Mon Aug 17 2026

Logo

પુણેમાં ઘર નજીક રમી રહેલી 4 વર્ષની બાળકી પર 7 રખડતા કૂતરાનો હુમલો, જુઓ વાયરલ વીડિયો

2026-08-11 16:55:14
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: પુણેના મ્હેત્રે વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ઘટના ઘટી હતી, જ્યાં પોતાના ઘર નજીક રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી પર 7 રખડતા કૂતરાઓના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. બાળકી ડરના માર્યા ભાગવા લાગતાં કૂતરાઓએ તેને ચારેય બાજુથી ઘેરીને નિર્દયતાથી ઈજા પહોંચાડી હતી.

મળતી વિગતો અનુસાર કૂતરાઓએ બાળકીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. બાળકી ડરના લીધે દોડતા બે કૂતરાએ તેને પિંખી નાખતા એક્સાથે બાકીના પાંચ કૂતરા આવી આ બાળકી પર તૂટી પડ્યા હતા અને તેને નિર્દયતાથી પંજા મારવા લાગ્યા હતા, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

જો કે દરમિયાન તે સમયે સ્થાનિકોની નજર આ ઘટના પર પડતા તેઓ તાત્કાલિક બાળકીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને લોકોએ આ કુતરાઓને ભગાડી દીધા હતા. આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થતા સામે આવી હતી. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે પુણેના રસ્તાઓ પર ફરી રહેલા હિંસક અને રખડતા/ભટકતા કુતરાઓ પર લગામ ક્યારે લગાવવામાં આવશે? 

જો સ્થાનિકો સમયસર ઘટનાસ્થળે ન પહોંચ્યા હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકતી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ વ્યાપ્યો હતો. સ્થાનિકોએ પાલિકાને માગ કરી હતી કે આ મામલાને ગંભીરતાથી લઇ રખડતા કૂતરાઓનો તાત્કાલિક બંદોબસ્ત કરે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય માસૂમનો જીવ જોખમમાં ન મુકાય.