Wed Sep 02 2026

Logo

મુંબઈમાં 'જીવન બચાવો અને સ્વસ્થ ભારત' નિર્માણ અભિયાનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

2026-02-24 20:35:40
Author: Mumbai Samachar Team
મુંબઈમાં 'જીવન બચાવો અને સ્વસ્થ ભારત' નિર્માણ અભિયાનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

મુંબઈઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે 'દરેક માટે સસ્તી વિશ્વસ્તરીય આરોગ્યસંભાળ' એ દરેકનું મિશન હોવું જોઈએ. મુંબઈના લોકભવનમાં એક કાર્યક્રમમાં પી ડી હિન્દુજા હોસ્પિટલ દ્વારા આયોજિત 'જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ' અભિયાનનું ઉદ્ઘાટન કર્યા પછી તેઓ બોલી રહ્યા હતા.

"મને વિશ્વાસ છે કે ભારત  વૈશ્વિક આરોગ્યસંભાળ માટેનું પ્રતિષ્ઠિત સ્થળ બનશે," મુર્મુએ કહ્યું. તેમણે ખાનગી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને આરોગ્ય સંભાળની સાથે સામાજિક જવાબદારીને પ્રાધાન્ય આપવા પણ જણાવ્યું.

મુર્મુએ આજે બપોરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. તેમનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા અજિત પવાર અને મેયર રિતુ તાવડેએ સ્વાગત કર્યું હતું.