થાણે: થાણેમાં શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પૂર્ણેકરની થયેલી હત્યાના મામલામાં સ્થાનિક રાજકારણીઓની દખલગીરીના ભયને લઇ તેમના પરિવારજનોએ આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇનવેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી કરી છે.પૂર્ણેકરનો પરિવાર શુક્રવારે વિધાનસભ્યો સંજય કેળકર અને વિધાન પરિષદના સભ્ય નિરંજન ડાવખરે સહિત ભાજપના નેતાઓને મળ્યો હતો અને આ કેસની તપાસમાં રાજકીય દબાણ નહીં આવે તેની ખાતરી રાખવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે તાત્કાલિક મુલાકાત કરાવી આપવાની વિનંતી કરી હતી.
પૂર્ણેકરની પત્ની અને પુત્રએ મીડિયા સાથે બોલતાં જણાવ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા થવી જોઇએ અને જો તેઓ કોઇ રાજકીય અથવા વિધિસર હોદ્દો ધરાવતા હોય તો તુરંત તેમની પાસેથી તે કાઢી લેવું જોઇએ. આ કેસ સીબીઆઇએ હાથમાં લેવો જોઇએ અને હુમલા પાછળનું ઘેરું કાવતરું બહાર લાવવું જોઇએ.
Thane मधील गोळीबार ठाकरे सेनेच्या विभाग प्रमुखाला संपवलं | Thane Crime News | Thackeray Group | Pradeep Purnekar Death#PradeepPurnekar #ShivSenaUBT #MurderCase #PuneCrime #MaharashtraNews #CrimeNews #PuneNews #MarathiNews #MumbaiSamacharMarathi #BreakingNews pic.twitter.com/Hqs91qai8R
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 30, 2026
પૂર્ણેકર ઠાકરે જૂથના થાણેના વિભાગ પ્રમુખ હતા. 29 સપ્ટેમ્બરે કાપુરબાવડી પોલીસ સ્ટેશનની હદમાં પક્ષના કાર્યાલયની બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને શસ્ત્રના ઘા પણ ઝીંકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પૂર્ણેકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ह्यांनी आज ठाणे येथे दिवंगत शिवसैनिक प्रदिप पुर्णेकर ह्यांच्या कुटुंबीयांची भेट घेऊन सांत्वन केले. ह्यावेळी शिवसेना नेते खासदार अरविंद सावंत, शिवसेना नेते सचिव विनायक राऊत, शिवसेना नेते आमदार ॲड. अनिल परब, शिवसेना नेते राजन विचारे, शिवसेना… pic.twitter.com/zAfJBsUCva
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) October 1, 2026
પોલીસે પૂર્ણેકરની હત્યાના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બે ફરાર આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પૂર્ણેકરના નિવાસસ્થાનની નજીક ફૂડ સ્ટોલ ધરાવતા આરોપી નિખિલ યાદવે જ પૂર્ણેકરના કાર્યક્રમ, હિલચાલ અને તેમના અવરજવરના માર્ગો પર નજર રાખી હતી.પોલીસે આ કેસમાં પૂર્ણેકરના નજીકના પરિચિત પપ્પુ શિંદેની પણ ધરપકડ કરી હતી, જે હુમલા સમયે પૂર્ણેકરની ઓફિસમાં હાજર હતો. યાદવે શસ્ત્રો ચલાવવાની તાલીમ ક્યાં મેળવી, શસ્ત્રો કોણે પૂરાં પાડ્યાં અને શું હત્યા માટે નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં, તેની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)