મુંબઈ: દાદરના શિવાજી પાર્કમાં 2 ઓક્ટોબરે પરવાનગી વિના વિરોધ પ્રદર્શન યોજવા બદલ મુંબઈ પોલીસે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)ના આયોજકો સહિત આશરે 400થી 500 અજાણ્યા સમર્થકો સામે એફઆઈઆર નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શનકારીઓએ જાહેર રસ્તા પર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સીજેપીના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ અજિંક્ય શિંદે અને મુંબઈ કોઓર્ડિનેટર પ્રણવ આહિરેએ 2 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં કાર્યક્રમ યોજવાની મંજૂરી માગી હતી, પરંતુ મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં શુક્રવારે સાંજે આશરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી શિવાજી પાર્ક મેદાનના ગેટ નંબર 6, મીનાતાઈ ઠાકરે સ્મારક સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
પોલીસે નોંધેલી ફરિયાદમાં અજિંક્ય શિંદે, પ્રણવ આહિરે, આશુતોષ રાંકા, અભિજીત દીપકે, સૌરભ દાસ, આફરીન નવાઝ, સૌમ્યા કોરડે, અંકિત ભારદ્વાજ, વિજય માલંગી અને યોગેશ ઇંગલે સહિત અન્ય અજાણ્યા લોકોના નામ સામેલ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 189(2) અને 223 ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1), 37(3) અને 135 હેઠળ કેસ નોંધ્યો છે.
Mukesh Khanna On CJP Protest : CJP आंदोलनावर मुकेश खन्नांचा संताप; विद्यार्थ्यांना दिला इशारा#MukeshKhanna #AbhijeetDipke #CJP #CJPProtest #GyaneshKumar #MumbaiNews #PoliticalNews #MaharashtraNews pic.twitter.com/x2zu7YGMt8
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 3, 2026
પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર સ્થળે મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ હતી. ઉપરાંત, પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરાયો હોવાનો પણ આરોપ છે. એફઆઈઆર બાદ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને પ્રદર્શન દરમિયાનની ઘટનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Abhijit Dipke Vs Nitesh Rane : PM मोदींवरील वक्तव्यावरून वाद; दिपकेवर नितेश राणेंचा पलटवार#AbhijitDipke #NiteshRane #PMModi #PoliticalNews #MaharashtraPolitics #MumbaiNews #CJP #BJP #Politics pic.twitter.com/Fw9ENVG6Yn
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 3, 2026
આ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સીજેપીએ આ કાર્યક્રમને પોતાના ‘જેલ ભરો આંદોલન’ના ‘સીઝન-2’ તરીકે રજૂ કર્યો હતો. સંગઠન તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સીજેપીએ અગાઉ દાવો કર્યો હતો કે આ વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Abhijeet Dipke | Devendra Fadnavis | Amit Shah | अमित शाह ते फडणवीस; दिपके आक्रमक | CJP Protest Mumbai#AbhijitDipke #GyaneshKumar #DevendraFadnavis #ShivajiPark #MaharashtraPolitics #PoliticalNews #MarathiNews #MumbaiNews #MumbaiSamacharMarathi pic.twitter.com/ZWgthQGsLh
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 2, 2026
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શિવાજી પાર્ક અને દાદર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા અનેક સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાહેર જીવન, બુદ્ધિજીવી અને ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. શબાના આઝમી, નસીરુદ્દીન શાહ અને સંગીતકાર વિશાલ દદલાણી સહિતની હસ્તીઓએ કાર્યક્રમમાં ભાગ લઈને મતદાનના અધિકાર અને લોકતાંત્રિક સંસ્થાઓના મહત્વ અંગે વાત કરી હતી.