પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીયોને કહ્યું કે વિદેશમાં હરવા-ફરવા અને લગ્ન કરવાથી બચો અને જો બહુ જરુરી ન હોય તો સોનું ન ખરીદો. પ્રધાનમંત્રી હાલ ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસ હેઠળ શાંઘાઇ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેકમાં છે.
સેલ્ફી સ્ટાઇલવાળા મેસેજમાં પીએમ મોદીએ દેશને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનો પર વધુ ભાર મૂકવાની જરૂરિયાત અંગે વાત કરી. પીએમ મોદીએ કહયું , “દુનિયા યુદ્ધમાં ડૂબી છે, ચારેબાજુથી યુદ્ધના સમાચાર આવી રહ્યા છે વિશ્વ સંકટોથી ઘેરાયેલું છે. સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે ઠપ્પ છે. 2020માં કોવિડ કાળથી લઇને અત્યાર સુધી કોઇપણ જગ્યાએ સ્થિરતા નથી દેખાતી. તેમ છતાં પણ ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.”
પીએમ મોદીએ વિદેશ યાત્રા ટાળવાની અપીલ કરી
વડાપ્રધાન મોદીએ વિદેશ યાત્રા ટાળવા, વિદેશી લગ્ન ટાળવા અને જરૂરી ન હોય ત્યાં સુધી સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી. તેમણે કહ્યું, "આપણે આપણી આર્થિક ગતિ જાળવી રાખવી પડશે. આપણે પણ વિકાસ કરવો પડશે, અને આ માટે, આત્મનિર્ભર ભારત બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીનો મંત્ર લોકલ માટે વોકલ છે. જો તમે વિદેશ યાત્રા કરો છો, તો તમારે તેનાથી બચવું જોઈએ. જો તમે વિદેશમાં લગ્ન કરો છો, તો તમારે તેનાથી બચવું જોઈએ. આપણે મેડ ઇન ઇન્ડિયાના મંત્ર દ્વારા જીવવું જોઈએ, અને જરૂરી ન હોય ત્યાં સુધી તમારે સોનું ન ખરીદવું જોઈએ."
પીએમે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીજી તરફ, ભારતમાં, નિરાશામાં ડૂબેલા લોકો દરેક જગ્યાએ જૂઠાણા ફેલાવવામાં વ્યસ્ત છે. આ બધી બાબતોને દૂર કરીને દેશે 7.8 ટકાનો GDP હાંસલ કર્યો છે."