Wed Aug 19 2026

Logo

પિંપરી-ચિંચવડમાં સોસાયટીના પાર્કિંગમાં રમકડાના સ્કૂટર પર જતી બાળકીને કારે કચડી, ઘટના સીસીટીવીમાં કેદ

2026-08-09 20:09:03
Author: Mumbai Samachar Team
Article Image

પિંપરી-ચિંચવડ: અહીંની એક સોસાયટીના પાર્કિંગ પરિસરમાંથી હૃદયદ્રાવક અકસ્માતની ઘટના ઘટી હતી. પિંપરી ચિંચવડના સેક્ટર-12 વિસ્તારમાં શનિવારે રાતના 10 વાગ્યે સેક્ટર-12 સ્થિત એક સોસાયટીના પાર્કિંગ પરિસરમાં બની હતી જયારે એક નાની બાળકી રમકડાના સ્કૂટર પર સવાર થઈને જઈ રહી હતી ત્યારે કારચાલકે તેને કચડી નાખી હતી. 

આ દુર્ઘટનામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. તેને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દુર્ઘટના સોસાયટી પરિસરના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે હાલમાં ભોસરી એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી નથી. 

જો કે ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા પોલીસ આ મામલે સંપૂર્ણ જાણકારી એકઠી કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે હોસ્પિટલ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કારચાલક સામે કડકમાં કડક પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.