Thu Jun 18 2026

Logo

પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ મૅચનો ટૉસ થતાં જ મેઘરાજાએ નડવાનું શરૂ કરી દીધેલું...

Colombo   2026-02-21 23:00:00
Author: Ajay Motiwala
Article Image

ICC


કોલંબોમાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ અપાયાં

કોલંબોઃ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં શનિવારે કોલંબો (Colombo)માં પહેલા જ દિવસે મેઘરાજા નડ્યા અને આ મૅચ રદ કરાવીને રહ્યા. પાકિસ્તાન (Pakistan)નો કૅપ્ટન સલમાન અલી આગા અને ન્યૂ ઝીલૅન્ડનો મિચલ સૅન્ટનર ટૉસ માટે આવ્યા ત્યારથી જ વરસાદ (Rain)નું વાતાવરણ છવાઈ ગયું હતું.

સલમાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને બન્ને કૅપ્ટન મેદાન પર ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે જ ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો અને છેવટે મૅચ શરૂ જ નહોતી થઈ શકી. જો મૅચનો એક પણ બૉલ ન ફેંકાય તો પ્રેક્ષકોને રિફન્ડ આપવાનો નિયમ છે.

ગયા રવિવારે આ જ મેદાન પર ભારતે પાકિસ્તાનને 114 રનમાં આઉટ કરીને 61 રનથી હરાવ્યું હતું. ત્યાર બાદ એ જ સ્થળે ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને આંચકો આપ્યો હતો. હવે પાકિસ્તાનની બાકીની બન્ને મૅચ પલ્લેકેલમાં છે.

પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડને એક-એક પૉઇન્ટ આપી દેવામાં આવ્યા છે. બન્ને ટીમે પોતાના ગ્રૂપમાં હજી બે-બે મૅચ રમવાની બાકી છે. એમાં જે ટીમ એક મૅચ પણ હારશે તો સેમિ ફાઇનલમાં પહોંચવાનું એના માટે મુશ્કેલ થઈ જશે.

રવિવારે સુપર-એઇટમાં કઈ બે મૅચ?

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ શ્રીલંકા
(પલ્લેકેલ, બપોરે 3.00)

ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા
(અમદાવાદ, સાંજે 7.00)