Fri Sep 04 2026

Logo

ભારતે એવી તો શું મદદ કરી કે શ્રીલંકન લોકો આભાર માનવા લાગ્યાં? મુશ્કેલ સમયમાં આપ્યો હતો મૈત્રીપૂર્ણ સાથ

2026-04-10 14:25:00
Author: Vimal Prajapati
ભારતે એવી તો શું મદદ કરી કે શ્રીલંકન લોકો આભાર માનવા લાગ્યાં? મુશ્કેલ સમયમાં આપ્યો હતો મૈત્રીપૂર્ણ સાથ

નવી દિલ્હીઃ શ્રીલંકામાં થોડા સમય પહેલા મોટું વાવાઝોડું આવ્યું હતું. આ દરમિયાન શ્રીલંકાને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પરિવહન પર વધારે અસર થઈ હતી. તે વાવાઝોડામાં શ્રીલંકાનો એક મહત્વપૂર્ણ રેલવે લઈને પણ તબાહ થઈ ગયો હતો. જેને હવે ભારતની મદદથી એક મહત્વપૂર્ણ રેલ્વે લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ રેલવે લાઈન પર ફરી 9 એપ્રિલથી ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી છે. ભારત હંમેશા વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા પોતાના પાડોશી દેશોને મદદ કરતું આવ્યું છે. 

આ ટ્રેક માટે ભારતે 50 લાખ અમેરિકી ડોલર ખર્ચા

આ રેલવે લાઈને ફરી ચાલુ કરવા માટે ભારતે 50 લાખ અમેરિકી ડોલર ખર્ચા છે. મહત્વની વાત એ છે કે, માત્ર 3 જ મહિનામાં આ રેલવે લાઈને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે શ્રીલંકાના લોકો ભારતનો આભાર માની રહ્યાં છે. શ્રીલંકાના મહત્વપૂર્ણ રેલ્વે લાઇન પુનઃસ્થાપિત કરવામાં ભારતે મદદ કરી તેને શ્રીલંકાાના લોકો સાથે ત્યાની સરકારે પણ આભાર માન્યો છે.

 

એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે, આભાર ઇન્ડિયા, ભારતના 45 કરોડ ડોલરના સહાય પેકેજના ભાગ રૂપે, 50 લાખ ડોલરની ગ્રાન્ટ હેઠળ ચક્રવાતથી નુકસાન પામેલા ભાગોના ભારત-સમર્થિત પુનઃસ્થાપન પછી, ઉત્તરીય રેલ્વે લાઇન પર ટ્રેન સેવાઓ આજે ફરી શરૂ થઈ છે. વધુમાં લખવામાં આવ્યું કે, અમે શ્રીલંકન લોકો આપમાં સૌથી મુશ્કેલ સમયમાં ભારતે કરેલી મદદને યાદ રાખીશું’.

ગુરુવારે કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું હતું કે, ભારતના 45 કરોડ ડોલરના પેકેજ હેઠળ, ચક્રવાત દિટવાહથી નુકસાન પામેલી ઉત્તરી રેલ્વે લાઇનને 50 લાખ ડોલરની ગ્રાન્ટથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ લાઇન પર ટ્રેન સેવાઓ આજે ફરી શરૂ થઈ ગઈ છે.