ડન્ડી (સ્કૉટલૅન્ડ): તાજેતરમાં અહીં સ્કૉટલૅન્ડ અને કૅનેડા વચ્ચે રમાયેલી મેન્સ વન-ડે ક્રિકેટના મોટા દેશો માટે ખાસ કંઈ નહોતી, પરંતુ ક્રિકેટના વિકાસમાં ભાગ લઈ રહેલા નાના દેશોની કૅટેગરી માટે આ મુકાબલો મહત્ત્વનો હતો, કારણકે એ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ રાઉન્ડનો હિસ્સો હતો. જોકે અહીં મુખ્ય મુદ્દો એ છે કે આ મૅચ વન-ડે ક્રિકેટ જગતની 5,000મી મૅચ હતી અને એના વિશે ચાર દિવસમાં બહુ ઓછું કહેવાયું છે એટલે આ અહેવાલમાં આપણે ઘણું બધુ જાણીશું.
વાત એવી છે કે 1971ની પાંચમી જાન્યુઆરીએ મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચ વન-ડે આંતરરાષ્ટ્રીય જગતની સૌપ્રથમ મૅચ હતી જેમાં બિલ લૉરીની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાએ રે ઇલિંગવર્થની કૅપ્ટન્સીમાં રમનાર ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. એ સૌપ્રથમ વન-ડે રમાયા બાદ બરાબર સાડા પંચાવન વર્ષ બાદ સાતમી ઑગસ્ટ, 2026ના દિવસે 5,000મી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) રમાઈ.
Jonty Rhodes
સાઉથ આફ્રિકાના ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટી રહોડ્સે મંગળવારે મુંબઈની એક ઇવેન્ટમાં વન-ડે ક્રિકેટના ભાવિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેના મતે વન-ડે ફૉર્મેટ વિનાની ક્રિકેટની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સ્વાભાવિક છે કે આઇસીસી (ICC) અને બીસીસીઆઇ દ્વારા વન-ડે ફૉર્મેટને બચાવવા આવનારા મહિનાઓમાં ઘણા પ્રયાસો થશે. આ સ્થિતિમાં આપણે ક્રિકેટ જગતની 5,000મી વન-ડેની સિદ્ધિને અંતે કેટલાક વિક્રમો પર નજર કરીએઃ
વન-ડે ક્રિકેટના વિક્રમો
સૌથી વધુ મૅચઃ સચિન તેન્ડુલકર (463)
સૌથી વધુ મૅચ-ટીમઃ ભારત (1,055)
સૌથી વધુ જીતઃ ઑસ્ટ્રેલિયા (617)
સૌથી વધુ હારઃ શ્રીલંકા (461)
સૌથી વધુ રનઃ સચિન તેન્ડુલકર (18,426)
કૅલેન્ડર યરમાં સૌથી વધુ રનઃ સચિન તેન્ડુલકર (1,894)
કૅલેન્ડર યરમાં સૌથી વધુ સદીઃ સચિન તેન્ડુલકર (નવ)
સૌથી વધુ નાઇન્ટીઝઃ સચિન તેન્ડુલકર (18)
સૌથી વધુ નૉટઆઉટઃ એમએસ ધોની (84)
હાઇએસ્ટ સ્કોરઃ રોહિત શર્મા (264) શ્રીલંકા સામે
બેસ્ટ બૅટિંગ-ઍવરેજઃ વિરાટ કોહલી (58.59)
બેસ્ટ બોલિંગ સ્ટ્રાઇક રેટઃ શાહિદ આફ્રિદી (117.00)
સૌથી વધુ ડબલ સેન્ચુરીઃ રોહિત શર્મા (ત્રણ)
સૌથી વધુ સેન્ચુરીઃ વિરાટ કોહલી (54)
સૌથી વધુ હાફ સેન્ચુરીઃ સચિન તેન્ડુલકર (96)
સૌથી વધુ ઝીરોઃ સનથ જયસૂર્યા (34)
સૌથી વધુ ચોગ્ગાઃ સચિન તેન્ડુલકર (2,016)
સૌથી વધુ છગ્ગાઃ રોહિત શર્મા (369)
ફાસ્ટેસ્ટ સેન્ચુરીઃ એબી ડિવિલિયર્સ (31 બૉલમાં)
ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીઃ એબી ડિવિલિયર્સ (16 બૉલમાં)
સૌથી વધુ વિકેટઃ મુથૈયા મુરલીધરન (534)
સૌથી વધુ ઓવરઃ મુથૈયા મુરલીધરન (3135.1)
બેસ્ટ બોલિંગઃ ચામિન્ડા વાસ (8/19)
સૌથી વધુ મેઇડન ઓવરઃ શૉન પોલૉક (313)
બેસ્ટ ઇકોનોમી રેટઃ કર્ટલી ઍમ્બ્રોઝ (3.48)
બેસ્ટ બોલિંગ ઍવરેજઃ રાશીદ ખાન (19.92)
બેસ્ટ બોલિંગ સ્ટ્રાઇક-રેટઃ મોહમ્મદ શમી (25.8)
સૌથી વધુ વખત પાંચ કે વધુ વિકેટઃ વકાર યુનુસ (13)
સૌથી વધુ કૅચઃ ઍડમ ગિલક્રિસ્ટ (417)
સૌથી વધુ સ્ટમ્પિંગઃ એમએસ ધોની (123)
સૌથી વધુ શિકાર (વિકેટકીપર)ઃ કુમાર સંગકારા (501)
સૌથી વધુ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડઃ સચિન તેન્ડુલકર (62)
સૌથી વધુ મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડઃ સચિન તેન્ડુલકર (15)
કૅપ્ટન તરીકે સૌથી વધુ કૅચઃ રિકી પૉન્ટિંગ (230)
હાઇએસ્ટ ભાગીદારીઃ ગેઇલ/સૅમ્યુલ્સ (372 રન)
ભાગીદારીમાં સૌથી વધુ રનઃ સચિન/ગાંગુલી (8,227)
ભાગીદારીમાં સૌથી વધુ સેન્ચુરીઃ સચિન/ગાંગુલી (26)
સૌથી મોટો ટીમ-સ્કોરઃ ઇંગ્લૅન્ડ (4/498) નેધરલૅન્ડ્સ સામે
સૌથી નીચો ટીમ-સ્કોરઃ ઝિમ્બાબ્વે (35 રન) શ્રીલંકા સામે
એક મેદાન પર સૌથી વધુ રનઃ તમિમ ઇકબાલ (2,897) મીરપુર
ડેબ્યૂ મૅચમાં હાઇએસ્ટ રનઃ મૅથ્યૂ બ્રીટ્ઝકે (150 રન)
સૌથી લાંબી ઇનિંગ્સઃ ગ્લેન ટર્નર (201 બૉલમાં 171 અણનમ)
ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાઃ ઓઇન મૉર્ગન (17)
ઇનિંગ્સમાં સૌથી વધુ ચોગ્ગાઃ રોહિત શર્મા (33)
ઇનિંગ્સમાં ચોગ્ગા-છગ્ગાથી સૌથી વધુ રનઃ રોહિત શર્મા (186)
કરીઅરમાં સૌથી વધુ બૉલ ફેંક્યાઃ મુથૈયા મુરલીધરન (18,811)