Sat Jun 27 2026

Logo

ભારતને શરમજનક હાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનારો મૂળ ભારતીય જય મુંદ્રા કોણ છે ?

Belfast   2026-06-27 10:23:00
Author: Mayur Patel
Article Image

બેલફાસ્ટઃ શુક્રવારે આયરલૅન્ડ સામે રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો 34 રનથી પરાજય થયો હતો. જે ભારતની આયરલૅન્ડ સામે કોઈપણ ફોર્મેટમાં પ્રથણ હાર હતી. ભારતને શરમજનક હાર આપવામાં આયરલૅન્ડ તરફથી રમતા મૂળ ભારતીય જય મુંદ્રાએ મોટી ભૂમિકા ભજવી હતી.

જાણો મૂળ ભારતીય જય મુંદ્રા કોણ છે ?

29 વર્ષીય જય મુંદ્રાએ આયરલૅન્ડ તરફથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે ભારતીય ટીમની ઈનિંગની બીજી ઓવરના પ્રથમ બૉલ પર જ વિકેટ લીધી હતી. રાજસ્થાનના ટોંકના રહેવાસી જયે સંજૂ સેમસનને 5 રન પર બોલ્ડ કર્યો હતો. 139 કિમીની ઝડપે બૉલ ફેંકની વિકેટ હાંસલ કરી હતી.

જય મુંદ્રાનો જન્મ 10 જાન્યુઆરી, 1997ના રોજ રાજસ્થાનના ટોંક શહેરમાં થયો હતો. બાળપણથી ક્રિકેટનો શોખ હતો, તેથી રાજસ્થાનમાં જ એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. તે પહેલાથી જ ફાસ્ટ બોલિંગ કરતો હતો પરંતુ 18 વર્ષની વય સુધીમાં તે ટૉપ ઓર્ડર બેટ્સમેન બની ગયો હતો. આ સમયે તેણે ફાસ્ટ બોલિંગ છોડીને ઑફ સ્પિન બોલિંગ કરવા લાગ્યો હતો.

થોડા સમય બાદ ફરી તેને ફાસ્ટ બોલિંગ કરવાનું ઝનૂન જાગ્યું. તેણે જણાવ્યું હતું કે, 2019માં કૉલેજના અભ્યાસ બાદ જો તે કૉર્પોરેટ જૉબ કરવા લાગ્યો હોત તો ક્રિકેટ કરિયર ખતમ થઈ ગઈ હોત. તેણે નોકરી છોડીને ક્રિકેટને એક ચાન્સ આપવાનું વિચાર્યું.

આ રીતે આવ્યો આયરલૅન્ડ 

2021માં જય મુંદ્રા ઉચ્ચ અભ્યાસ માટે આયરલૅન્ડ આવ્યો. એમટેક કરવા સ્ટુડન્ટ વિઝા પર આયરલૅન્ડ ગયો હતો. ત્યાં રહીને ક્રિકેટ રમવાનું શરૂ રાખ્યું અને ડબલિનમાં લીન્સ્ટર ક્રિકેટ ક્લબમાં જોડાયો. આ ટીમનો હિસ્સો બનીને 2023માં આયરિશ સીનિયર કપ પણ જીત્યો હતો.

2025માં તેને આયરલૅન્ડની નાગરિકતા મળી ગઈ અને તેણે આ સમયગાળા દરમિયાન આયરલૅન્ડમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પગપેસારો કરી લીધો હતો. તેની ઓળખ ઘાતક ડાબોડી ફાસ્ટ બોલર અને લૉઅર મિડલ ઑર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરનારા ખેલાડી તરીકે બની ગઈ હતી.  આ સફર તેને ઈન્ટરનેશ ક્રિકેટ ડેબ્યૂ સુધી લઈ આવી હતી અને તેમાં ખરો પણ ઉતર્યો હતો. ડેબ્યૂ મેચમાં જ પ્રથમ બૉલ પર વિકેટ લેવાની સાથે તેણે મેચમાં 4 ઓવરમાં 25 રન આપીને સંજુ સેમસન અને શિવમ દુબેની વિકેટ ઝડપી હતી.