અભિયાનની એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં રેકોર્ડ એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં એક જ દિવસમાં ૨૯૮ સ્થળોએ લગભગ ૨૭,૮૬૬ મહિલાઓની સ્તન કેન્સરની તપાસ કરવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશમાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરની મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની હદમાં ૨૯૮ સ્થળોએ બુધવારે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશમાં રેકોર્ડ સંખ્યામાં ૨૭,૮૬૬ મહિલાઓએ ભાગ લીધો હતો. આ રેકોર્ડ નિમિત્તે મેયર રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીનું એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા મેડલ અને પ્રમાણપત્રોથી સન્માન કરવામાં આવ્યું હતું.
लाजू नका, घाबरू नका! वेळेत तपासणी, वेळेत निदान आणि योग्य उपचार! 🎀🩺
— माझी Mumbai, आपली BMC (@mybmc) July 22, 2026
🔹बृहन्मुंबई महानगरपालिका सार्वजनिक आरोग्य खात्यातर्फे 'महिलांसाठी कर्करोग तपासणी महाअभियान' अंतर्गत २२७ प्रभागांमध्ये ३० वर्षांवरील महिलांसाठी स्तन कर्करोगाची प्राथमिक तपासणी मोफत केली गेली. तसेच वजन, रक्तदाब… pic.twitter.com/g1EZi8svdu
પાલિકાના હેલ્થ સેન્ટરના નર્સ,આશા સેવિકા અને અન્ય અર્ધ-તબીબી કર્મચારીઓએ સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ સાઇટમાં યોગદાન આપ્યું હતું. તેમજ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના તબીબો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી મળેલા તબીબો અને સ્થાનિક મેડિકલ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા તબીબો તમામ વોર્ડમાં કેમ્પના આયોજન માટે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દ્વારા બ્લડપ્રેશર, વજન વગેરેની તપાસ કરવામાં આવી હતી. તે સાથે મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનિંગની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે મહિલાઓને મેમોગ્રાફી ટેસ્ટની જરૂર હતી તેમને વધુ પરીક્ષણ માટે પાલિકાની હોસ્પિટલમાં વધુ ટેસ્ટ માટે જવાની ભલામણ કરવામાં આવી હતી.