Thu Jul 23 2026

Logo

18 કલાકની શિફ્ટ, 90 દિવસ પછી પગાર! સુધીર પાંડેએ ખોલી ટીવી ઈન્ડસ્ટ્રીની ચોંકાવનારી હકીકત

2026-07-22 19:05:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ચાલતી લોલમલોલને લઈ અનેક એવા સેલેબ્સે પોતાની સાથેની આપવીતી કહી છે. ક્યારેક પેમેન્ટને લઈને થયેલી બબાલ તો ક્યારેક ખોટી માગને લઈને અનેકવાર ચર્ચા શરૂ થઈ છે. ફરી એકવાર આવી જ એક વાત સામે આવી છે. ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને અનુભવી કલાકારે હવે ટીવી ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી છે. કલાકો સુધી કામ અને પછી પેમેન્ટમાં વિલંબ, હકના પૈસા માટે દલીલો કરવી પડે અને આકરૂ વલણ અપનાવવું પડે. આ શબ્દો છે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ કલાકાર સુધીર પાંડેના. જેણે અમાનત, સસુરાલ ગેંદાફૂલ સહિત અનેક એવી સિરિયલમાં પોતાના અલગ અંદાજથી લોકોને પોતાની સાથે ક્નેક્ટ કર્યા છે. 

કઈ વાતનો ખુલાસો કર્યો?

કલાકારે હવે ખુલાસો કર્યો છે કે, 14થી 18 કલાક સુધી કામ કરવું પડે છે. આ ટીવી ઈન્ડસ્ટ્રીની હકીકત છે.50 વર્ષ સુધી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ તેમણે આ વાત કહી છે. તેમણે દાવા સાથે કહ્યું કે, તેઓ એક બેસ્ટ ઈન્ડસ્ટ્રીના હકદાર છે. જો તમે ટીવી ધારાવાહિક કરો છો તો એ સમયે તમે બીજું કોઈ કામ કરી શકતા નથી.

તમે કોઈ સિરિયલ માટે કમિટેડ છો, પછી તમે ફિલ્મ પણ કરી શકતા નથી.આવું થાય તો પણ ફિક્સ ડેટ અપાતી નથી. ઘણીવાર મહિનામાં અચાનક જ બોલાવી લે તો શોટ અને શુટ માટે જવું પડે. કેટલીક પ્રાયવેટ ચેનલ્સ અને પ્રોડ્યુસરને કારણે ટીવી ઈન્ડસ્ટ્રીનો માહોલ સતત ખરાબ થઈ રહ્યો છે. જે ન થવું જોઈએ. લીડ રોલ જેને મળ્યો હોય એ ખરેખર પાવરફૂલ હોય પણ કો-સ્ટારનું કોઈ સાંભળતું નથી. ટીવી કલાકારોનો એક અલગ વર્ગ તૈયાર થઈ રહ્યો છે. કોઈ આકર્ષક કલાકાર દર્શકોને આકર્ષવામાં સફળ પુરવાર થાય છે તો ચેનલ એની વાત માની લે છે. 

લેબર લૉ લાગુ પડે?

એ વ્યક્તિ ચેનલ પર રીતસર પ્રેશર ઊભું કરી શકે છે.અન્ય કલાકારોની બેસ્ટ અને એક્યુરેટ ક્વોલિટીના હિસાબે તેઓ ફી વધારો માગે તો એની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. એને પછી શૉમાંથી બાહર કરી દેવામાં આવે છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે,કોન્ટ્રાક્ટમાં પર ડેની ગણતરી હોય છે પણ પેમેન્ટ તમારૂ 90 દિવસ પછી આવે છે.

આ રીતે કલાકારોનું જે શોષણ થાય છે એ બિલકુલ ખોટું છે, અયોગ્ય છે. આપણા દેશમાં પણ લેબર લૉ લાગુ છે.આ મુદ્દા પર કોઈ લડતું નથી અને બોલતું પણ નથી. ન તો ખુલીને વાત કરે છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ નિયમનું પાલન પણ થતું નથી. 14થી 18 કલાક સુધી કામ કરવું પડે છે.  યોગ્ય રીતે આરામ કરવાનો કે સૂવાનો પણ સમય મળતો નથી. આ યોગ્ય નથી. આ કો-સ્ટારની સ્થિતિ છે જે યોગ્ય નથી.