Mon Jul 27 2026

Logo

બર્થ સર્ટિફિકેટની અરજીઓની પ્રક્રિયા ઝડપી કરાશેે: રવિવારે પણ કેન્દ્રો ખુલ્લા રહેશે

2026-07-27 09:10:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા ઘણા સમયથી બર્થ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો હોવાની ફરિયાદ થઈ રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ નાગિરકોને બર્થ સર્ટિફિેકટ ઝડપથી મળી રહે તે માટે સર્ટિફિકેટની અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 

પાલિકાના એડિશનલ કમિશનર પ્રાજક્તા વર્મા-લવંગરેએ અરજી સ્વીકારવાનો સમય લંબાવવા, વધારાના સ્ટાફ તૈનાત કરવા અને અરજી પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવા માટે  ટૅકનોલૉજીનો વધુ ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચેમ્બુરમાં એમ-વેસ્ટ ઑફિસ ખાતે ઝોન-પાંચના આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક દરમ્યાન એડિશનલ કમિશનરે માનખુર્દ, શિવાજી નગર, કુર્લા અને ચેમ્બુર સહિત એમ-પૂર્વ, એમ-પશ્ર્ચિમ અને એલ વોર્ડમાં બર્થ સર્ટિફિકેટની અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અરજી સ્વીકાર્યા પછી પ્રક્રિયા શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ થવી જોઈએ.

પાલિકા બર્થ સર્ટિફિકેટ  માટે નવી અરજી અને સુધારા માટે નવું સોફ્ટવેર અને ડેશબોર્ડ વિકસાવશે, જેનાથી દસ્તાવેજ અપલોડિંગ અને સમગ્ર પ્રક્રિયાનું ઓનલાઈન મોનિટરિંગ શક્ય બનશે. વિદેશી શિક્ષણ અને વિઝા માટે ક્યૂઆર કોડ આધારિત અરજીઓને પ્રાથમિકતા આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. 

નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નાગરિક સુવિધા કેન્દ્રોમાં અરજીઓ સ્વીકારવાનો સમય સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. જો જરૂર પડે તો સુવિધા કેન્દ્રો રવિવારે પણ ખુલ્લા રહેશે.