Fri May 01 2026

Logo

વોટ્સએપ પર આવ્યું કમાલનું ધાસ્સુ ફીચર, અત્યારે જ જાણી લો...

2026-03-12 18:23:00
Author: Darshana Visaria
Article Image

ટેકનોલોજીની દુનિયામાં વધતા જતા સ્કેમ અને ઓનલાઇન છેતરપિંડીને રોકવા માટે મેટા (Meta)એ કમર કસી છે. ફેસબુક, વોટ્સએપ અને મેસેન્જર જેવા પ્લેટફોર્મ પર હવે યુઝર્સની સુરક્ષા માટે નવા 'એન્ટી-સ્કેમ ટુલ્સ' (Anti-Scam Tools) લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે સ્કેમર્સની ચૂંગાલમાં ફસાવવાથી બચી શકો છો. ચાલો જોઈએ શું છે આ ફીચર અને કઈ રીતે કામ કરે છે તેને... 

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર લોન્ચ કરવામાં આવનારું આ સૌથી મહત્વનું ફીચર છે. જો કોઈ હેકર કે સ્કેમર તમારા વોટ્સએપ એકાઉન્ટને અન્ય કોઈ લેપટોપ કે ટેબ્લેટ પર લિંક (Link) કરવાનો પ્રયાસ કરશે તો તમને તરત જ એક વોર્નિંગ મેસેજ કે એલર્ટ મળશે. આ એલર્ટ પરથી યુઝરને તરત જ જાણ થઈ જશે કે કોઈ તેના એકાઉન્ટમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને તમારી પર્સનલ ડિટેઈલ્સ જોખમમાં મૂકાઈ શકે એમ છે. આ નવા અપડેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને સ્કેમ ઓળખવામાં મદદ કરવાનો અને હેકર્સથી બચાવવાનો છે.

ઘણી વખત સ્કેમર્સ કે સાઈબર ક્રિમીનલ્સ વિડિયો કોલ દરમિયાન યુઝર્સની સ્ક્રીન શેર કરાવીને બેંકિંગ પાસવર્ડ કે ઓટીપી વગેરે ચોરી લેતાં હોય છે. હવે જો તમે કોઈ અજાણ્યા નંબર સાથે કોલ પર હશો અને સ્ક્રીન શેર કરવાનો પ્રયાસ કરશો, તો મેટા તમને 'સેફ્ટી એલર્ટ' બતાવશે કે તમારી પર્સનલ ડિટેઈલ્સ જોખમમાં મૂકાઈ શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જરમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત સિસ્ટમ કામ કરશે. જો કોઈ નવો કોન્ટેક્ટ તમને શંકાસ્પદ લિંક અથવા મેસેજ મોકલશે, તો તરત જ એઆઈ તેને સ્કેન કરીને તમને આ વિશેની ચેતવણી આપશે, જેથી તમે કોઈ પણ મુસીબતમાં નહીં ફસાવ.

વાત કરીએ પાસ-કી સપોર્ટની તો મેટાએ હવે ફેસબુક અને વોટ્સએપ પર પાસ-કીની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે. આનો અર્થ એવો થાય છે કે હવે તમારે કોઈ પણ પ્રકારનો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે માત્ર તમારા ફિંગરપ્રિન્ટ્સ, ફેસ આઈડી કે પછી પિનની મદદથી એકદમ સુરક્ષિત રીતે લોગ-ઈન કરી શકશો, જે હેકર્સ માટે ક્રેક કરવું અશક્ય છે.