Fri Aug 28 2026

Logo

ગુજરાતીઓ સાવધાન! આ વર્ષે કાળઝાળ ગરમી તોડશે રેકોર્ડ: IMDએ કરી આગાહી I

2026-03-01 09:29:00
Author: Savan zalariya
ગુજરાતીઓ સાવધાન! આ વર્ષે કાળઝાળ ગરમી તોડશે રેકોર્ડ: IMDએ કરી આગાહી I

નવી દિલ્હી: માર્ચ મહિનાની શરૂઆત થઇ ગઈ છે, સવારે હલકી ઠંડી બાદ બપોરે સૂર્ય તપવા લાગાવ્યો છે. એવામાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે માર્ચ થી મે મહિના સુધી હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં સામાન્ય ગરમી પડશે, પરંતુ મે મહિના સુધી દેશના મોટાભાગના ભાગોમાં આકારો તાપ પડશે. 
એક નિવેદનમાં હવામાન વિભાગે જણાવ્યું કે માર્ચ થી મે મહિના દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારતના મોટાભાગના ભાગો, દક્ષિણપૂર્વ દ્વીપકલ્પના મોટાભાગના વિસ્તારો, ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હીટવેવના દિવસે સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.  

ગુજર્તીઓ સાવધાન:
માર્ચ મહિના દરમિયાન ગુજરાત અને આંધ્રપ્રદેશના અલગ અલગ પ્રદેશોમાં હીટવેવના દિવસોની સંખ્યા  સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય રહેવાની શકયતા છે.

હીટવેવના દિવસો વધશે:
આગાહી મુજબ આ વર્ષે ઉનાળામાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેશે. આ રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતાં 3 થી 15 દિવસ વધુ હોઈ શકે છે.

જનજીવનને થશે માંથી અસર:
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ-એપ્રિલ-મે સીઝન દરમિયાન, હીટવેવના દિવસો વધવાને કારણે જાહેર આરોગ્યને ગંભીર અસર થઇ શકે છે. પાણીના સ્ત્રોતો સુકાઈ શકે છે, વીજળીની માંગ વધી શકે અને આવશ્યક સેવાઓની માંગમાં વધારો થઇ શકે છે.

નિવેદન મુજબ ખાસ કરીને વૃદ્ધો, બાળકો, ખુલ્લામાં કામ કરતા કામદારો અને પહેલાથી જ તબીબી સમસ્યામાંથી પસાર થઇ રહેલા લોકોના સ્વાસ્થ્યને વધુ અસર થઇ શકે છે. વધુ તાપમાનને કારણે લોકોને ગરમી સંબંધિત બીમારીઓ થઈ શકે છે, માળખાગત સુવિધાઓ પર દબાણ વધી શકે છે. 

જ્યારે દેશના મેદાની વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે અથવા જ્યારે દિવસનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધી જાય, ત્યારે હવામાન વિભાગ તેને હીટવેવ જાહેર કરે છે.