અમદાવાદઃ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઇ રહ્યો છે જો કે, હજુ જોઇએ તેટલો સિઝનનો વરસાદ થયો નથી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 27.21 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 3.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.52 ટકા, પૂર્વ મધ્યમાં 19.02 ટકા, સૌરાષ્ટ્રમાં 29.56 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 39.60 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદની 27 રોડ રસ્તા બંધ છે, માત્ર 2 જિલ્લામાં જ 50 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
12 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં હાલ 12 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 2 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા સાંબેલાધાર વરસાદથી 6 ડેમ પૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 21 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 21 ડેમમાં 50 થી 70 ટકા જળસ્તર છે. 52 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. ઉપરાંત 106 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.
નવસારીમાં સૌથી વધુ રોડ રસ્તા બંધ
રાજ્યમાં પડેલા વરસાદથી કુલ 27 રોડ રસ્તા બંધ છે. ખેડામાં 1 સ્ટેટ હાઈવે, નવસારીમાં પંચાચત હસ્તકના 18, રાજકોટમાં 1, જૂનાગઢમાં પંચાયત હસ્તકના 2, અમરેલીમાં પંચાયત હસ્તકના 3 તથા પોરબંદરમાં પંચાયત હસ્તકના 2 રોડ રસ્તા બંધ છે.
ક્યા બે જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં બે જિલ્લામાં જ 50 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. નવસારીમાં 50.32 ટકા અને સુરતમાં 50.35 ટકા વરસાદ પડ્યો છે. ડાંગમાં 39.31 ટકા, વલસાડમાં 37.88 ટકા, કાપીમાં 34.3 ટકા, જૂનાગઢમાં 44.59 ટકા, ગીર સોમનાથમાં 41.41 ટકા, અમરેલીમાં 45.91 ટકા, પંચમહાલમાં 30.6 ટકા, ભાવનગરમાં 36.13 ટકા, ભરૂચમાં 29.95 ટકા, બોટાદમાં 27.7 ટકા વરસાદ વરસ્યો છે.
આ જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ
નર્મદામાં 21.38 ટકા, વડોદરામાં19.77 ટકા, રાજકોટમાં 20.29 ટકા, ખેડામાં 17.26 ટકા, છોટાઉદેપુરમાં 13.32 ટકા, અરવલ્લીમાં 15.97 ટકા, મહેસાણામાં 19.27 ટકા, સુરેન્દ્રનગરમાં 23.21 ટકા, અમદાવાદમાં 20.74 ટકા, ગાંધીનગરમાં 16.36 ટકા, આણંદમાં 14.44 ટકા, પાટણમાં 18.47 ટકા, સાબરકાંઠામાં 12.69 ટકા, પોરબંદરમાં 11.83 ટકા, દાહોદમાં 13.67 ટકા, મોરબીમાં 13.28 ટકા, જામનગરમાં 9.92 ટકા, વાવ થરાદમાં 11.87 ટકા, બનાસકાંઠામાં 7.77 ટકા, કચ્છમાં 3.42 ટકા તથા દેભભૂમિ દ્વારકામાં 1.6 ટકા વરસાદ વરસ્યો છે.