Fri Apr 17 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મત આપ્યા બાદ આ બટન ફરજિયાત દબાવવું પડશે નહીંતર....

2026-04-15 11:54:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલનારા આ મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતદાનને ધ્યાનમાં રાખીને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર જરૂરી સાધનો અને કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી રહી છે. મત આપ્યા બાદ પીળા રંગનું બટન ફરજિયાત દબાવવું પડશે, જે બાદ જ મત સફળતાપૂર્વક નોંધાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં  એક મતદાર મહત્તમ 4 ઉમેદવારોને મત આપી શકશે. મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળા રંગનું બટન દબાવ્યા બાદ જ મત સફળતાપૂર્વક નોંધાશે. એક મતદારને મતદાન માટે સરેરાથ 50થી 60 સેકન્ડનો સમય મળશે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ હાલમાં શહેરમાં એક મતદાન બૂથ પર સરેરાશ 800 જેટલા મતદારો મતદાન કરવાના છે. જેમના માટે 11 કલાકનો સમય ફાળવાયો છે. 

ચાર વાદળી રંગના બટન દબાવ્યા બાદ પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત

મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, વોર્ડ દીઠ ચાર ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે. મતદારે બેલેટ યુનિટમાં પોતાની પસંદગીના ચાર ઉમેદવારોના નામ સામેના વાદળી રંગના બટન દબાવવાના રહેશે, જેમાં દરેક વખત લાલ લાઈટ થશે. ચાર અથવા તેનાથી ઓછા ઉમેદવારો પસંદ કર્યા બાદ અંતે પીળા રંગનું ‘રજિસ્ટર’ બટન દબાવવું ફરજિયાત રહેશે. આ બટન દબાવતા જ લાંબી ‘બીપ’ સંભળાશે, જે મત સફળતાપૂર્વક નોંધાયો હોવાની પુષ્ટિ કરે છે. જો કોઈ મતદાર કોઈપણ ઉમેદવારને પસંદ ન કરવા માગતો હોય તો તે NOTA વિકલ્પનો પણ ઉપયોગ કરી શકે છે. 

મતદાન માટે આ પુરાવા પણ રહેશે માન્ય

ઓળખ માટે મતદાર પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો પણ તે મતદાન કરી શશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અથવા અન્ય સરકારી ઓળખપત્ર દર્શાવીને પણ મતદાન કરી શકાય છે. જોકે, મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે