Thu Jul 23 2026

Logo

VIDEO: જૂનાગઢમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં બાઈક સવાર દંપતી પટકાયું, પતિ રોડ પર ગોથા ખાઈ ગયો

2026-07-02 13:57:00
Author: Mayur Patel
Article Image

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર પર આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢમાં શહેર અને જિલ્લામાં આજે સવારથી સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં વરસાદના કારે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ખાડા પડ્યા છે. આ દરમિયાન આઝાદ ચોક વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. 

આઝાદ ચોક વિસ્તારમાં ખૂલ્લી ગટરના ખાડામાં દંપતી પડી ગયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે. આજે સવારે આ બનાવ બન્યો હતો. પતિ પત્ની બંને કામ પર જતા હતા ત્યારે ધડામ દઈને ખાડામાં ખાબક્યા હતા. પત્નીએ રાડારાડી કરી મુકતા રાહદારીઓ ભેગા થયા હતા. પત્નીને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે પતિ રોડ પર ગોથા ખાઈ ગયો હતો. પતિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થાનિકો દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 

જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં તંત્રએ રસ્તો ખોદ્યા પછી તેને સરખો સરખો કર્યો ન હતો. આ કારણે ત્યાં એક મોટો ખાડો પડી ગયો હતો.વરસાદનું પાણી ભરાવાને લીધે ખાડો દેખાતો ન હતો, જેથી ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલક તે ખાડામાં પડી ગયો હતો. આ આખી ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઈ હતી. શહેરમાં ગટર અને રસ્તાના આવા અધૂરા કામોને લીધે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અણઘડ કામગીરીને કારણે લોકોમાં તંત્ર સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી હતી. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. જેના કારણે મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.