નવી દિલ્હી: ઇસરોને ખાનગીકરણની ચર્ચાઓ વચ્ચે મોટી સફળતા મળી છે. જેમાં સીઇ20 ક્રાયોજેનિક એન્જિનના 220 કેએનના વધેલા થ્રસ્ટ સ્તર પર 'ફ્લાઇટ એક્સેપ્ટન્સ હોટ ટેસ્ટ' સફળતાપૂર્વક હાથ ધર્યો હતો. જેના લીધે LVM3 લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતા વધારવામાં અને ગગનયાન કાર્યક્રમને આગળ વધારવામાં મદદ મળશે.
CE20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ
એક્સ પરની એક પોસ્ટમાં ઇસરોએ જણાવ્યું હતું કે, આગામી LVM3 મિશનના C32 અપર સ્ટેજ માટે નિર્ધારિત CE20 ક્રાયોજેનિક એન્જિનનું 'ફ્લાઇટ એક્સેપ્ટન્સ હોટ ટેસ્ટ' 9 સપ્ટેમ્બર 2026ના રોજ મહેન્દ્રગિરી સ્થિત ઇસરોના પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે 220 kNના વધેલા થ્રસ્ટ સ્તર પર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
મોડ્યુલ ગગનયાન મિશનના C32 સ્ટેજ માટે વિકસાવાયુ
ઇસરોએ જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન LOX ટૅન્ક પ્રેશરાઇઝેશન મોડ્યુલ (LTPM) નું પ્રદર્શન સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું હતું. આ મોડ્યુલ ગગનયાન મિશનના C32 સ્ટેજ માટે વિકસાવવામાં આવ્યું છે.
CE20 એન્જિન LVM3 લોન્ચ વ્હીકલ માટે મહત્વનું
CE20 એન્જિન LVM3 લોન્ચ વ્હીકલના ઉપલા ક્રાયોજેનિક સ્ટેજને સંચાલિત કરે છે. અવકાશ સંસ્થા CE20 એન્જિનનો ઉપયોગ કરીને 22 ટનનો થ્રસ્ટ (ધક્કો) ધરાવતા સુધારેલા C32 સ્ટેજ પર કામ કરી રહી છે, જેથી ભવિષ્યના LVM3 મિશનમાં વધુ પેલોડ ક્ષમતા મેળવી શકાય.