નવી દિલ્હીઃ ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી અને છઠ પૂજા જેવા આગામી તહેવારોને કારણે દેશમાં ટ્રેન મારફત વતન જવા માટે અત્યારથી પ્રવાસીઓમાં અવરજવર વધી છે, ત્યારે એના સંદર્ભે સૌથી મહત્વનો રિપોર્ટ આઈઆરસીટીસીએ આપ્યો છે. ઈન્ડિયન રેલવે કટેરિંગ એ્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ આ અઠવાડિયામાં બુકિંગમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. સાતમી સપ્ટેમ્બર 2026ના એક જ દિવસે ઐતિહાસિક 20.06 લાખ ટ્રેનની ટિકિટનું બુકિંગ કર્યું હતું. આગામી તહેવારોના દિવસોમાં હજુ પણ બુકિંગમાં વધારો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બુકિંગના વિક્રમી આંકડા પાર
આઈઆરસીટીસીના દાવા અનુસાર સાતમી સપ્ટેમ્બરના કુલ 20,06,353 ટિકિટનું બુકિંગ કર્યું હતું, જ્યારે એના આગળના દિવસે 19.50 લાખથી વધુ ટિકિટનું બુકિંગ કર્યું હતું. સૌથી રસપ્રદ વાય છે એ છે કે બુકિંગ ખૂલ્યાના શરુઆતની પંદર મિનિટમાં સૌથી વધુ ધસારો રહ્યો હતો. સવારના આઠ વાગ્યાથી સવા આઠ વાગ્યાનો સમય કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વનો હોય છે.
તહેવારોમાં વતન જવા માટે જો તમે કન્ફર્મ ટિકિટ કરવાની કોશિશ કરતા હોય તો તમને ટિકિટ ખૂલતા જ ગણતરીની સેકન્ડમાં સીટ ગાયબ થતી હોય તો શું કરવું એના અંગે અધિકારીએ દાવો કર્યો હતો કે સવારના આઠ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધીમાં વધુ ધસારો રહે છે. એટલે વિન્ડો ખૂલતાની સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકસાથે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે. સવારે આઠથી નવ વાગ્યાની વચ્ચે કુલ બુકિંગના આશરે 8.43 ટકાથી 14.14 ટકા સુધી હિસ્સો ખતમ થઈ જાય છે. જોકે, બાકી 85 ટકાથી વધુ બુકિંગ બાકીના સમયમાં થાય છે, તેથી તહેવારોમાં ટિકિટ બુકિંગ માટે આઠ વાગ્યાનો ટાઈમ મહત્ત્વનો છે.
કોણ ટિકિટ બુક કરી શકે છે?
ટિકિટ બુકિંગની ભીડને નિયંત્રિત કરવા માટે આઈઆરસીટીસીના અમુક નિયમો લાગુ કર્યાં છે. આઈઆરસીટીસી અનુસાર શરુઆતમાં એડવાન્સ રિઝર્વેશન પિરિયડમાં ટિકિટ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેટેડ યૂઝર માટે જરુરી છે. આ નિયમ 12 ઓક્ટોબર 2025થી લાગુ છે. એના સિવાય અથિકૃત ટિકિટ એજન્ટ માટે બુકિંગ વિન્ડો ખૂલ્યાની શરુઆતની 10 મિનિટમાં એઆરપી ટિકિટ બુક કરવાની મંજૂરી નથી. સવારે આઠ વાગ્યાથી 8.10 વાગ્યા સુધી યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર, રેલવે ટિકિટિંગ સર્વિસ એજન્ટ અને આઈઆરસીટીસી એજન્ટ ટિકિટ બુક કરી શકતા નથી.
બીજા દિવસે ધરમમ બુકિંગ
આગામી દિવસોમાં ગણોશોત્સવ, નવરાત્રી, દશેરા, દિવાળી સહિત છઠ્ઠના તહેવાર માટે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (એઆરપી)ના બુકિંગમાં ઐતિહાસિક ઉછાળો થયો છે, જ્યારે બીજા દિવસે પણ સૌથી વધુ બુકિંગ થયું હતું. 1.95 મિલિયનથી વધુ બુકિંગ થયું હતું. પીક ઓપનિંગ દિવસોમાં 1.74 કરોડ સુધી લોગઈન થવા છતાં નેક્સ્ટ જનરેશન ઈ-ટિકિટિંગ (NGet) પ્લેટફોર્મ પર વિના અવરોધ આટલી બધી ડિમાન્ડને યોગ્ય રીતે સંભાળવામાં આવ્યું હતું.
સર્વરની ક્ષમતા ડબલ કરી
અત્યાર સુધીમાં બુક થનારી તમામ ટ્રેન ટિકિટમાંથી 89 ટકા ઓનલાઈન પ્લેટફોર્મ મારફત બુક કરવામાં આવતા હતા. મોટી સંખ્યામાં ટિકિટ બુકિંગના સર્વરને ઓપરેટ કરવા માટે જૂના હાર્ડવેરને બદલીને અને સિસ્ટમના આર્ટિટેક્ચરમાં મોટાપાયે સુધારા કરીને સર્વર ક્ષમતામાં ધરમખ સુધારો કરવામાં આવ્યો છે.
આઈઆરસીટીસીમાં શું કર્યા સુધારા?
ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સુધારા કરવા માટે આઈઆરસીટીસીએ ધરખમ સુધારા કર્યા છે, જેમાં જુલાઈ 2026માં નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. બુકિંગ પોર્ટલમાં સુધારા કરવામાં આવ્યા જે પૈકી નવીન યૂઝર ઈન્ટરફેસ (યુઆઈ બિટા વર્ઝન), સર્વર કેપેસિટી અને સિસ્ટમ રિફ્રેશ (NGet) અને સખત બુકિંગ નિયમો અને સુરક્ષા કંટ્રોલનો સમાવેશ થાય છે. સર્વરમાં મોર્ડન ગ્લાસમોર્ફિઝ્મ ડિઝાઈન ટ્રેન્ડ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં નવા ડેશબોર્ડમાં સ્લીપર, એસી-થ્રી ટિયર અને એસી-ટૂ ટિયરનો સમાવેશ થાય છે. અલગ અલગ શ્રેણીમાં સીટની ઉપલબ્ધતાને એક જ સ્ક્રીન પર જોવા મળે છે, જેમાં પ્રવાસીઓ ઝડપથી અલગ અલગ વિકલ્પની તુલના કરી શકે છે, જ્યારે બુકિંગ પણ કન્ફર્મ કરે છે.
3 કરોડ સંદીગ્ધ યૂઝર આઈડી ડીએક્ટિવેટ કર્યાં
પદડા પાછળની સૌથી મહત્ત્વની વાત તો એડવાન્સ્ડ એન્ટી બોટ ટેક્નોલોજી અને નવા કન્ટેન્ટ ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરીને આઈઆરસીટીસીને નુકસાન પહોંચાડનારા બોડ ટ્રાફિકને 65 ટકા સુધી ઘટાડવામાં આવ્યું છે. એજન્સીએ ત્રણ કરોડથી વધુ સંદીગ્ધ યૂઝર આઈડી ડીએક્ટિવેટ કરવામાં આવ્યા છે, જ્યારે 16,000થી વધુ ગેરકાયદે ઈમેલ ડોમેનને પણ બ્લોક કરવામાં આવ્યા છે.