Mon Sep 07 2026

Logo

ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો હોવાના અહેવાલ

Tehran   2026-04-01 21:38:48
Author: Chandrakant Kanoja
ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો હોવાના અહેવાલ

તહેરાન : મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને મંગળવારે અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી  હતી. ત્યારે મીડિયા અહેવાલ મુજબ આજે ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ 
આ ડેટા સેન્ટરને હુમલામાં સીધું નિશાન બનાવવામાં આવ્યું ન હતું. જોકે નજીકના ડ્રોન હુમલાની અસરને કારણે તેની કામગીરી ખોરવાઈ ગઈ હતી. બહેરીન દ્વારા X પર હુમલાની પોસ્ટ શેર કરવામાં આવી હતી.  જોકે તેમાં સ્પષ્ટપણે એમેઝોનનો ઉલ્લેખ નથી.

યુઝર્સ સતત એમેઝોન વિશે પોસ્ટ કરી રહ્યા છે. 

આ પૂર્વે ઈરાને ચીમકી આપી હતી કે  તે મેટા, ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓના ડેટાબેઝ પર હુમલા કરવાની ચીમકી આપી હતી.  ઈરાને  કુલ 18 યુ.એસ. ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી હતી. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર યુઝર્સ સતત એમેઝોન વિશે પોસ્ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થાય છે તો તે ફક્ત એમેઝોનના સંચાલનને જ નહીં પરંતુ વિશ્વભરમાં અસંખ્ય અન્ય વેબ સેવાઓને પણ ખોરવી શકે છે.

ભારત સહિત મોટાભાગના દેશો AWS સેવાઓનો ઉપયોગ કરે છે

ઉલ્લેખનીય છે કે, ભારત સહિત મોટાભાગના દેશો AWS સેવાઓનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે જો એમેઝોનના ડેટા સેન્ટરો પર હુમલો થાય છે, તો શક્ય છે કે અન્ય દેશોમાં સેવાઓમાં પણ  અસર થશે.  બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટર વિશે હાલમાં હુમલા અંગેના અહેવાલો આવી રહ્યા છે.