Mon Oct 05 2026

Logo

RCB અને ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટરના ડાન્સ મુવ્સ પર ફિદા થયા ફેન્સ! વીડિયો થયો વાઈરલ...

2026-08-13 13:54:00
Author: Darshana Visaria
RCB અને ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટરના ડાન્સ મુવ્સ પર ફિદા થયા ફેન્સ! વીડિયો થયો વાઈરલ...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ઓફ-સ્પિનર શ્રેયંકા પાટીલ પોતાની શાનદાર બોલિંગથી મેદાન પર બેટ્સમેનોને પરેશાન કરવા માટે જાણીતી છે. પરંતુ હાલમાં શ્રેયંકા પોતાના એક અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શ્રેયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વિડિયો શેર કર્યો છે, જેમાં તે બોલિવૂડના લોકપ્રિય ગીત ‘બબલી બદમાશ હૈ’ પર જબરદસ્ત મુવ્સ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્રેયંકા અદ્ભુત કોન્ફિડન્સ, ગ્રેસ અને એક્સપ્રેશન્સ સાથે ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયોની કેપ્શનમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે Just being a badmash. શ્રેયંકાએ જે ગીત પર ડાન્સ કર્યો છે તે વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’નું હિટ સોન્ગ ‘બબલી બદમાશ હૈ’ છે, જેને સુનિધિ ચૌહાણે ગાયું હતું અને સંગીત અનુ મલિકે આપ્યું હતું. મેદાન પર એકદમ શાંત અને ફોકસ્ડ દેખાતી શ્રેયંકાનો આ મસ્તીભર્યો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

 

ટીમ ઈન્ડિયા અને WPLમાં દમદાર પ્રદર્શન:
શ્રેયંકા પાટીલ ભારતની ઉભરતી યુવા મહિલા ક્રિકેટરોમાંથી એક છે. તે જમણેરી ઓફ-સ્પિન બોલર છે અને નીચલા ક્રમે આક્રમક બેટિંગ પણ કરી શકે છે. શ્રેયાંકા કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે ભારત માટે T20 ઈન્ટરનેશનલ અને વનડે (ODI) મેચો રમી છે અને ખૂબ જ ઓછા સમયમાં પોતાની વિકેટ ટેકિંગ ક્ષમતાથી ટીમમાં સ્થાન મજબૂત કર્યું છે.

WPLમાં શ્રેયાંકા પાટીલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમે છે. RCBની કેમ્પસ અને મેચો દરમિયાન પણ તેણે પોતાની શાનદાર બોલિંગથી ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્રેયંકાના આ ડાન્સ વિડિયો પર ફેન્સ અને અન્ય ક્રિકેટરો મન મૂકીને લાઈક્સ અને કમેન્ટ્સ વરસાવી રહ્યા છે. તમે પણ શ્રેયાંકાનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...