Fri Apr 17 2026

Logo

ભારતીય મહિલાઓએ નેપાળને હરાવ્યું, પાકિસ્તાન સામે ફાઇનલની સંભાવના...

bangkok   2026-02-17 17:28:16
Author: ajaybhai motiwal
Article Image

બૅન્ગકૉકઃ ભારતીય મહિલાઓની સિનિયર નૅશનલ ક્રિકેટ ટીમની ખેલાડીઓ તનુજા કંવર (12 રનમાં ચાર વિકેટ), મિનુ મની (આઠ રનમાં ત્રણ વિકેટ) તેમ જ કૅપ્ટન રાધા યાદવે (17 રનમાં બે વિકેટ) વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ (Rising) સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં નેપાળ પર જોરદાર બોલિંગ-આક્રમણ કરીને એને માત્ર 78 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી ભારતે (India) ત્રણ વિકેટે 82 રન કરીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવવાની સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

બીજી તરફ, યુએઇ (10/79)ને પાકિસ્તાને (11 ઓવરમાં 1/81) હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. હવે જો ભારત અને પાકિસ્તાન શુક્રવારની પોતપોતાની સેમિ ફાઇનલમાં વિજય મેળવશે તો રવિવારની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે.

મંગળવારે ભારતે નેપાળ (Nepal)ને 18 ઓવરમાં 78 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ ભારતે ખાસ કરીને વૃંદા દિનેશ (39 અણનમ, 18 બૉલ, નવ ફોર)ના યોગદાનની મદદથી 7.5 ઓવરમાં ત્રણ વિકેટે 81 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

28 વર્ષની તનુજા કંવરને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. લેફ્ટ-આર્મ સ્પિનર તનુજા 28 વર્ષની છે અને હિમાચલ પ્રદેશની છે. તે ભારત વતી છ આંતરરાષ્ટ્રીય મૅચ રમી છે.