સેનો: એશિયન ગેમ્સની ઐતિહાસિક ટી-20માં નંબર વન ભારતે 41મા ક્રમના જાપાન સામે પહેલાં બૅટિંગ લઈને શરૂઆતમાં જ મોટી મુસીબતો જોવી પડી છે.
થોડા દિવસ પહેલાં કેટલાક વિશ્વવિક્રમો પોતાના નામે કરનાર ઓપનર અભિષેક શર્મા તેના પહેલા જ બૉલમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.
બીજો ઓપનર સંજુ સેમસન ફક્ત નવ રનમાં અને ઈશાન કિશન ત્રણ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
માત્ર પાંચ-પાંચ ઓવરની આ મૅચની પહેલી ત્રણ ઓવરમાં ભારતે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હિન્ઝે, તાકાહાશી અને બેન્જામિન ઈતો-ડેવિસ નામના બોલરે એક-એક વિકેટ લીધી.