Tue Oct 06 2026

Logo

ભારત-જાપાનની ટી-20 માત્ર પાંચ-પાંચ ઓવરની: ભારતે બૅટિંગ લીધી, વૈભવ ટીમમાં નથી!

Nishin   2026-09-22 12:47:00
Author: Ajay Motiwala
ભારત-જાપાનની ટી-20 માત્ર પાંચ-પાંચ ઓવરની: ભારતે બૅટિંગ લીધી, વૈભવ ટીમમાં નથી!

નિશીન: અહીં જાપાન (Japan)માં એશિયન ગેમ્સના અવસરે ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક ટી-20 મૅચ યોજાઈ છે જે વરસાદના વિઘ્નો બાદ માત્ર પાંચ-પાંચ ઓવરની કરી નાખવામાં આવી છે.

ભારત (India)ના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ (Toss) જીતીને પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. પાવરપ્લે ફક્ત નવ બૉલ (1.3 ઓવર)નો રાખવામાં આવ્યો છે.

ઓપનિંગમાં અભિષેક શર્મા અને સંજુ સૅમસન રમશે, પરંતુ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આ ટૂંકી મૅચમાં સામેલ ન કરીને ટીમ મૅનેજમેન્ટ એk ભૂલ કરી એવું કહેવાશે. તેને બદલે તિલક વર્મા અથવા શિવમ દુબેને પ્લેઈંગ-11ની બહાર રાખી શકાયો હોત એવું કેટલાક ક્રિકેટપ્રેમીઓનું માનવું છે.