ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે નિર્ધારીત 20 ઑવરમાં 7 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. અય્યરે સૌથી વધુ 68 રન (47 બૉલ, છ ચોગ્ગા અને એક સિક્સ), અભિષેક શર્મા 59 રન (24 બૉલ, છ ચોગ્ગા અને ચાર સિક્સ) બનાવ્યા હતા. શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરતા 42 રન (21 બૉલ, બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા) ફટકાર્યા હતા. જોકે વરસાદના કારણે ઇંગ્લૅન્ડની ઇનિંગ શરૂ ન થતાં મેચ રદ કરવામાં આવી હતી.
વરસાદમાં ધોવાઈ ગયેલી ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટી-20માં ભારતના બે ધુરંધર સાવ નિષ્ફળ ગયા હતા. ભારતને ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારો સંજુ સેમસન સતત ત્રીજી ટી20માં નિષ્ફળ ગયો હતો. તેણે 7 બૉલમાં માત્ર 1 રન જ બનાવ્યો હતો. ઈશાન કિશન પણ ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી20માં ખાતું ખોલાવી શક્યો નહોતો. તે 2 બૉલ રમીને રનઆઉટ થયો હતો.
The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.
— BCCI (@BCCI) July 1, 2026
Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ
વરસાદમાં ધોવાઈ ગયેલી મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ 59 રનની ઈનિંગ દરમિયાન મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારનારો ક્રિકેટર બન્યો હતો. તેણે 785 બૉલમાં જ 100 સિક્સ મારી હતી. અભિષેકે વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો હતો, લિઈસે 789 બોલમાં 100 છગ્ગા માર્યા હતા.
આ ઉપરાંત અભિષેક શર્માએ ઇંગ્લૅન્ડની ધરતી પર ભારત તરફથી રમતાં સૌથી ઝડપી ટી20 ફિફ્ટી પણ ફટકારી હતી. પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને બેટ્સમેન રાહુલ દ્રવિડના નામે હતો. દ્રવિડે 2018માં માંચેસ્ટરમાં 27 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવનઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનઃ હૅરી બ્રૂક (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, જૉસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, લિઆમ ડૉસન, આદિલ રાશીદ, લ્યૂક વૂડ અને સાકિબ મહમૂદ.