ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમા વીજ સંકટના પગલે ઇસ્લામાબાદ, રાવલપિંડી અને કરાચી જેવા મોટા શહેરમા હાલત બેકાબૂ થઇ ગયા છે. આ શહેરોમાં લોકો ભારે વીજ સંકટથી પરેશાન છે. સૌથી ખરાબ સ્થિતિ આર્થિક રાજધાની કરાચીની છે, જ્યાં દરરોજ 12-12 કલાક સુધી વીજ કાપ થઇ રહ્યો છે.
સતત વીજ કાપના કારણે પાણીની આપૂર્તિ વારંવાર ઠપ થઇ રહી છે. જેના કારણે બિઝનેસને ભારે નુકસાન થઇ રહ્યું છે. વીજ કાપ અને પાણીનો સપ્લાય ખોરવાઇ જવાથી આક્રોશિત લોકોએ કરાચીમાં શનિવારે પ્રદર્શન કર્યુ.
દરમ્યાન લોકોએ કલાકો સુધી રસ્તો જામ કર્યો. જેનાથી આખુ શહેર કલાકો સુધી ટ્રાફિક જામની ઝપેટમાં આવી ગયું અને હજારો લોકો જામમાં ફસાઇ ગયા.
કરાચીના લોકોએ જણાવ્યું કે તેમને રોજ 12 કલાક કે તેથી વધુ વીજ કાપનો સામન કરવો પડી રહ્યો છે. તેમનો આરોપ છે કે ઘણીવાર કાપની જાણકારી પણ નથી આપવામાં આવતી. ઘણીવાર વીજ કાપના કારણે પપિંગ સ્ટેશન બંધ રહે છે. આનાથી પાણીનો સપ્લાય પ્રભાવિત થઇ રહ્યો છે.
વીજ કંપની અને લોકો વચ્ચે ઝડપ
વીજળીની સમસ્યાનો સામનો કરી રહેલા કરાચીના કારોબારી અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઝડપ થઇ. વેપારીઓનું કહેવું છે કે વીજ સપ્લાયને ઘણું નુકસાન થઇ રહ્યું છે.
પાકિસ્તાનમાં વીજળી કેમ કટ થઇ રહી છે?
મહત્વનું છે કે પાકિસ્તાનના ઘણાં વીજ સંયંત્ર ગેસ અને રીગેસિફાઇડ લિક્વિફાઇડ નેચુરલ ગેસ (RLNG)થી ચાલે છે. પાકિસ્તાનમાં આજકાલ ઇંધણ સપ્લાયમાં મુસ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે વીજ ઉત્પાદન પ્રભાવિત થઇ રહ્યું છે.