Mon Jul 27 2026

Logo

ભજન કરે તો ભય ઘટે... (ભોજાભગતની વાણી)

2026-07-27 09:41:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

અલખનો ઓટલો - ડૉ. નિરંજન રાજ્યગુરુ

જ્ઞાની-ઉપદેશક સંતકવિ ભોજાભગત /ભોજલરામનો જીવન સમય છે  ઈ.સ. 178પથી ઈ.સ.18પ0 સુધીનો. તેઓ ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય હતા. દેવકીગાલોળ (તા. જેતપુ2, જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં ભોજાભગતનો જન્મ થયેલો. પિતાનું નામ કરસનદાસ સાવલિયા અને માતાનું નામ હતું ગંગાબાઈ. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા’ પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો: 1. જલારામ (વીરપુર), 2. વાલમરામ (ગારિયાધાર), 3. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચનાઓ : ‘ચેલૈયા આખ્યાન’, વાર તિથિ, મહિના સરવડાં, ‘ભક્તમાળ’ કાફી, હોરી, કક્કો, બાવનાક્ષરી અને ચાબખા. જગ્યા: ફતેપુર (અમરેલી પાસે). ભોજાભગતની ‘ચાબખા’ પ્રકારની પદ-ભજન રચનાઓ માનવીને ત્યાગ, વૈરાગ અને સત્સંગનો ઉપદેશ આપે છે.

મન તું હજી શિખામણ માન, એક દી ચાલવું છે સમશાન
લખ ચોરાશીમાં અવતર્યા ને ખરી તેં ભોગવી ખાણ;
એ તો અવગુણ અતિ ઘણો, એક હરિ ભજ્યા વિણ હાણ.. 
                                                મન તું હજી શિખામણ માન.. 
ભજન કરો તો ભય મટે, સંત શબ્દ ધરજો કાન ;
અમરદેવને આરાધી લેજો, સમજ સગુરુની શાન... 
                                         મન તું હજી શિખામણ માન.. 

શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ રહેવું પડશે રાન ;
મૂવા પછી નથી માણવું, વાંસે સગા કરશે સ્નાન... 
                                     મન તું હજી શિખામણ માન.. 

રાજા પરીક્ષિત પામિયો ભુવનપતિ ભગવાન ;
સાત દિવસ સાંભળ્યું એવું ગોવિંદ કેરૂ જ્ઞાન...
                                    મન તું હજી શિખામણ માન..

પ્રેમપદને પામવા, તું મેલી દે મનની તાણ; ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે ભક્તિ છે નિર્વાણ... 
                                                                        મન તું હજી શિખામણ માન..

કેવી આકરી વાણીમાં ભોજાભગતે મનુષ્યોને જગાડ્યા છે?
મૂરખા જનમ ગયો તારો રે, બાંધ્યો પાપ તણો ભારો રે
નામ સાંભળતા નિા આવે, લાગે હરિજશ ખારો રે ;
અમૃત રસને મેલી ર્ક્યો તેં, વિષનો વેપારો રે... મૂરખા જનમ ગયો તારો રે... 
0 0 0 0
મૂરખો કાલની વાતું કરે, માથે કાળનું ચક્ર ફરે
કેને કહેવા તું કહી સંભળાવે, પોતે કરતો નવ ડરે ;
વિષયવિકારમાં ફરે વલખતો, પારકા ઘરમાં ગરે... મૂરખો કાલની વાતું કરે...
0 0 0 0
પ્રાણિયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
ધન દોલત ને માલ ખજાના, પુત્ર ને પરિવાર ;
એમાંથી જાશ તું એકલો, પછે ખાશે જમના માર... પ્રાણિયા ભજી લેને કિરતાર... 
 0 0 0 0
ખૂટલ ખરખરો થાશે રે, બાજી તારા હાથમાંથી જાશે રે
કોઈ કહ્યું નથી માનતા, પણ દેહી દુ:ખ બહુ સેશે રે ;
ભલા ભલાયું કરી લેજો, આ રંગ જાતો રેશે રે... ખૂટલ ખરખરો થાશે રે... 
    0 0 0 0
ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભૂતિ ચોળી...
દોરા ધાગાને ચીઠ્ઠી કરીને આપે ગણકારીને ગોળી
જીવ ને હણતાં દયા ન આણે, જેમ ભીલ ઠાકરડા ને કોળી રે...
-બાવો ચાલ્યો ભભૂતિ ચોળી...0

નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે સ્ત્રીની ટોળી
માઈ માઈ કરીને બાવો બોલાવે, હૈયે કામની હોળી રે... 
-બાવો ચાલ્યો ભભૂતિ ચોળી...0

સઘળા શિષ્યોને ભેગા કરીને,  ખાય ખાંડ ખીરને પોળી
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળી રે... 
-બાવો ચાલ્યો ભભૂતિ ચોળી...0