અત્યાર ઉનાળો ચાલી રહ્યો છે અને આ ઉનાળામાં એક જ વાત રાહત અપાવે છે અને એ એટલે સરસમજાની મીઠી મધૂરી કેરી. જોકે, ઘણી વખત કેરીને સ્ટોર કરવાની યોગ્ય રીત ન ખબર હોવાને કારણે કેરી ખરાબ થઈ જાય છે. પરંતુ અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે કેરીની સિઝન પૂરી થયા બાદ પણ મધ મીઠી મધૂરી કેરીનો સ્વાદ માણી શકશો. ચાલો જોઈએ કઈ છે આ સ્માર્ટ ટિપ્સ...
આપણામાંથી અનેક લોકો જથ્થામાં કેરી ખરીદી તો લે છે, પરંતુ તેને સ્ટોર કરવા માટેની ટિપ્સના અભાવે કાં તો આ કેરીનો સ્વાદ બગડી જાય છે, કાં તો કેરી ખુદ બગડી જાય છે. જો તમે પણ ફ્રિજ વગર કેરીને લાંબા સમય સુધી તાજી અને મીઠી રાખવા માંગો છો, તો નીચેની દેશી અને અસરકારક રીતો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે-
કેરીને લાંબા સમય તાજી અને સાચવી રાખવાની દેશી ટિપ્સ:
અનાજમાં સંગ્રહ:
જ્યારે રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ નહોતા એ સમયમાં આ સૌથી લોકપ્રિય રીત હતી. કેરીને ઘઉં કે ચોખાના ડબ્બામાં ઊંડે સુધી દબાવીને રાખવાથી તેમાંથી નીકળતો ઈથિલિન ગેસ નિયંત્રિત થાય છે. આ રીતથી કેરી કુદરતી રીતે પાકે છે અને લાંબો સમય તાજી રહે છે.
કાગળમાં લપેટીને રાખો:
જો તમે કેરીને અનાજમાં સ્ટોર ના કરી શકો તો તમે એને કાગળમાં લપેટીને રાખી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કેરીને ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં ન રાખવી. તેને હંમેશા જ ન્યૂઝપેપર કે બ્રાઉન પેપરમાં લપેટીને રાખવાથી વધારાનો ભેજ શોષાઈ જાય છે અને કેરીમાં કાળા ડાઘ પડતા નથી.
સિંગલ લેયરમાં ગોઠવણી-
કેરીનો ઢગલો કરવાને બદલે તેને કોઈ ટોપલી કે ટ્રેમાં એક જ લાઈનમાં સરખી રીતે ગોઠવવી જોઈએ. એકબીજા પર કેરી મૂકવાથી અંદર ગરમી પેદા થાય છે, જેના કારણે કેરીઓ જલ્દી બગડી શકે છે-
ધોવાનું ટાળો: કેરીનો ઉપયોગ કરવો હોય ત્યારે જ તેને ધોવી. પહેલેથી ધોઈને રાખવાથી ભેજને કારણે ફૂગ લાગવાની કે સડો થવાની શક્યતા વધી જાય છે.
ઠંડુ અને હવાની અવરજવર વાળું સ્થળ: કેરીને સીધા સૂર્યપ્રકાશથી દૂર અને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં હવાની અવરજવર સારી હોય.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...