Fri Sep 04 2026

Logo

આદિપુરના યુવકને સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી રીલ મૂકવી ભારે પડી, જાણો વિગત

2026-09-02 11:32:00
Author: Mumbai Samachar Team
આદિપુરના યુવકને સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી રીલ મૂકવી ભારે પડી, જાણો વિગત

ભુજઃ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો અપલોડ કરવા બદલ આદિપુર પોલીસ મથકે એક આઈડી ધારક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મળતી વિગતો મુજબ, મેઘપર બોરીચી ખાતે રહેતા અને સિક્યુરિટી એજન્સીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ ખીમરાજ પટેલે આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર 'હિન્દુસ્તાન ફર્નિચર મોલ' નામની આઈડી પરથી હિન્દુ તહેવાર અને પરંપરાની મજાક ઉડાવતી અને ધાર્મિક લાગણી દુભાવતી રીલ જોઈ હતી. જેમાં "જે બહેન મને રાખડી બાંધશે તેને ૫ કિલો ખાંડ આપીશ" તેવું કહી ખાંડ મેળવવા મહિલાઓનું ટોળું રાખડી બાંધવા દોડી આવતું હોય તે પ્રકારનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.

આ વિવાદિત વીડિયો વાયરલ થતાં જ સ્થાનિકે આશરે ૪૦ જેટલા લોકો એકઠા થઈ સંબંધિત આઈ.ડી ધારક પાસે પહોંચ્યા હતા. સ્થાનિકોના વિરોધ બાદ આઈ.ડી ધારકે વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાનું જણાવ્યું હતું. જોકે, ધાર્મિક લાગણી દુભાવવાના આ કિસ્સામાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)