ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અત્યારે પોતાના શાનદાર ફોર્મમાં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેના નામના સ્પેલિંગમાં 'Akshar'ને બદલે 'Axar' કેમ છે? ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ પહેલા અક્ષર પટેલના નામ પાછળની આ રસપ્રદ કહાની ફરી એકવાર ચર્ચામાં આવી છે. ચાલો જોઈએ શું છે આ પાછળની સ્ટોરી...
વાત કરીએ અક્ષર પટેલના નામમાં થયેલાં આ ફેરફાર પાછળના કારણની તો આ પાછળ કોઈ અંધશ્રદ્ધા કે જ્યોતિષશાસ્ત્ર નથી, પરંતુ એક એક ભૂલને કારણે અક્ષર પટેલના નામમાં એક્સ ઉમેરાયું અને કેની બાદ બાકી થઈ ગઈ હતી. ખુદ અક્ષર પટેલે આ વાતનો ખુલાસો કર્યો છે કે કઈ રીતે સ્કૂલના સર્ટિફિકેટમાં થયેલી એક ભૂલ તેમની આગવી ઓળખ બની ગઈ છે.
અક્ષર પટેલનું સાચું નામ 'Akshar' છે, પરંતુ દુનિયા તેને 'Axar' તરીકે ઓળખે છે. આ પાછળ તેની સ્કૂલના પ્રિન્સિપાલની એક નાનકડી ભૂલ જવાબદાર છે. એક ઈન્ટરવ્યુમાં અક્ષર પટેલે પોતાના નામમાં ઉમેરાયેલા આ એક્સ ફેક્ટર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું નાનો હતો અને મારા પિતા સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા ગયા હતા, ત્યારે પ્રિન્સિપાલે ભૂલથી સ્પેલિંગમાં 'Akshar' ના બદલે 'Axar' લખી નાખ્યું હતું. અક્ષરના પિતાએ પણ તે સમયે આ ભૂલ પર ખાસ ધ્યાન આપ્યું નહીં અને તે જ નામ ડોક્યુમેન્ટ્સ પર ચડી ગયું.
હવે જ્યારે ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમ માટે મારી પસંદગી કરવામાં આવી અને પાસપોર્ટ બનાવતી વખતે તેના સ્કૂલ સર્ટિફિકેટના આધારે જ નામ લખવામાં આવ્યું. ત્યારથી તેના ઓફિશિયલ રેકોર્ડ્સ, જર્સી અને સ્કોરબોર્ડ પર 'Axar' દેખાવા લાગ્યું, એવું અક્ષરે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાતના નડિયાદનો આ ખેલાડી હવે ક્રિકેટ વર્લ્ડમાં 'બાપુ' તરીકે પણ ઓળખાય છે. નામનો સ્પેલિંગ ભલે બદલાયો હોય, પરંતુ તેની સ્પિન બોલિંગ અને વિસ્ફોટક બેટિંગમાં કોઈ બદલાવ આવ્યો નથી. વાત કરીએ ગઈકાલની મેચ અને વર્લ્ડકપની મેચમાં અક્ષર પટેલે મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની કરકસરયુક્ત બોલિંગ અને જરૂર પડ્યે મોટા શોટ્સ મારવાની ક્ષમતાએ ભારતને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં પણ મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી અને જાત જાતની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલાં રહો...