અમદાવાદઃ ગઇકાલે મુંબઇમાં વરસાદનું આગમન થયા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જાહેર કર્યા છે. હવામાન ખાતાના આંકડા અનુસાર છેલ્લા મંગળવારે સવારે 6 કલાકથી બુધવાર સવારે 6 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. ઉમરગામમાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લા અને તાલુકામાં 3.07 ઇંચ, રાજકોટના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ, વલસાડના કપરાડામાં 1.46 ઇંચ, વલસાડના વાપીમાં 1.42 ઇંચ, તાપીના ઉકાઇમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, રાજકોટના કોટડા સાંઘાણીમાં 0.79 મીમી, નર્મદાના સાગબારામાં 0.75 મીમી, પંચમહાલના જાંબુગોડામાં 0.51 મીમી, છોટાઉદેપુરના કાવંટમાં 0.51 મીમી, સુરતના માંડવી તાલુકામાં 0.31 મીમી, બોટાડના રાણપુર તાલુકામાં 0.31 મીમી, ડાંગના સુબીર તાલુકામાં 0.28 મીમી, નવસારીના ચિખલી તાલુકામાં 0.24 મીમી વરસાદ નોંધાયો છે.