Fri Aug 28 2026

Logo

માવઠા બાદ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, જાણો લેટેસ્ટ આગાહી...

2026-03-21 14:54:45
Author: Mayur Patel
માવઠા બાદ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, જાણો લેટેસ્ટ આગાહી...

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે. આજે સવારેથી એક પણ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો નથી. રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે. એપ્રિલના પ્રારંભ સુધી જ ફરી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જશે. માર્ચ એન્ડિંગમાં કોઈપણ હીટવેવનું એલર્ટ નથી.

 4 એપ્રિલ બાદ રાજ્યમાં હીટવેવની શરૂઆત થશે. રાજ્યમાં બે-ત્રણ દિવસ પવનનું જોર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો વધારો થઈ શકે છે. જેથી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું હતું.હવામાન વિભાગે લોકોને ગરમી અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને આરોગ્યની કાળજી રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

રાજ્યના વાતાવરણમાં આવેલા બદલાવના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. અમદાવાદનું તાપમાન સામાન્ય કરતાં 5.8 ડિગ્રી ઓછું, અમરેલીનું તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ઓછું, ગાંધીનગરનું તાપમાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી ઓછું, વડોદરાનું તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી ઓછું, ભાવનગરનું તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું નોંધાયું હતું.

રાજ્યમાં ગુરુવાર સવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી હતી.  રાજ્યભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરી-ચીકુના પાકને મોટું નુકસાન થયું હતું

વધુ જુઓ...