Thu Jul 23 2026

Logo

ગુજરાત કેડરના કયા 6 પોલીસ અધિકારીને મળ્યું IPS તરીકે પ્રમોશન?

2026-07-02 14:56:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે પ્રમોશનના ઓર્ડર કેન્દ્ર સરકાર  દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ સેવા (GPS) ના 6 વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓને ગુજરાત કેડર જ ફાળવવામાં આવી છે.
 

સત્તાવાર નોટિફિકેશન મુજબ, વર્ષ 2025ની પસંદગી યાદીના આધારે પ્રમોશન મેળવનાર અધિકારીઓની વિગત નીચે મુજબ છે.

1. રાજદીપસિંહ એન. નકુમ,    ડીસીપી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સુરત શહેર     
2. ભરતકુમાર બી. રાઠોડ, ડીસીપી, ઝોન-2, અમદાવાદ શહેર
3. રાકેશ ડી. દેસાઈ, ડીસીપી, ઝોન-2, રાજકોટ શહેર
4. કલ્પેશકુમાર ટી. ચાવડા,કમાન્ડન્ટ, એસઆરપી (SRP) ગ્રુપ, ગોંડલ
5.પ્રફુલ વી. વાનિયા
6. રાજેશકુમાર ટી. પરમાર

 

નોટિફિકેશન મુજબ, IPS તરીકે પ્રમોશન મેળવનારા અધિકારીઓ એક વર્ષ માટે પ્રોબેશન હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમણે સરકાર દ્વારા નક્કી કરાયેલી ખાસ ઇન્ડક્શન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરવાની રહેશે. આગામી દિવસોમાં આ તમામ અધિકારીઓને નવા આઇપીએસ (IPS) હોદ્દા સાથે નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે IPS તરીકે પ્રમોશન મેળવનારા રાજદીપસિંહ એન. નકુમનું નામ તાજેતરમાં સુરતના નાસીરનગર ડિમોલિશન વખતે ચર્ચામાં આવ્યું હતું. સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશન મામલે ગુજરાત હાઈ કોર્ટે પૂછ્યું  કે, આ આખી કાર્યવાહી દરમિયાન DCP નકુમ ત્યાં કેમ હાજર હતા? આ સવાલને કારણે સરકારી તંત્રની કામગીરી સામે શંકાઓ ઊભી થઈ હતી.  સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે અધિકારીની હાજરી અને કામ સામે ખુદ હાઈ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે, તેમને સરકારે માત્ર 7 જ દિવસમાં પ્રમોશન આપીને IPS બનાવી દીધા છે. આ નિર્ણયને કારણે હવે સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.