(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આયોગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓના નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકોમાં વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે, જેમાં અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા માટે અવંતિકા સિંઘ ઔલખ, સુરત માટે ડૉ. વિનોદ રાવ, અને વડોદરા માટે લોચન સેહરા (આઈએએસ) ની નિમણૂક કરવામાં આવી છે. અરવલ્લી અને મહીસાગર માટે એ. કે. પ્રજાપતિ, બનાસકાંઠા અને વાવ-થરાદ માટે આર. એન. પંડયા, ભરૂચ અને નર્મદા માટે વી. જી. શેર, મહેસાણા માટે એન. પી. પાટડિયા, વલસાડ અને નવસારી માટે વી. સી. બાગુલ, તાપી અને ડાંગ માટે એસ. એ. ડોડિયા, ખેડા માટે એ. યુ. મકવા, આણંદ માટે એ. એ. ડોડિયા, છોટા ઉદેપુર માટે ડી. વી. વિઠ્ઠલાણી, પંચમહાલ માટે એમ. સી. પંડયા, સાબરકાંઠા માટે એસ. એચ. વર્મા, દાહોદ માટે એન. આર. પ્રજાપતિ, ગાંધીનગર માટે વી. આઈ. પ્રજાપતિ અને પાટણ માટે એન. એસ. ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ માટે આલોક કુમાર પાંડે, ભાવનગર અને બોટાદ માટે આર્દ્રા અગ્રવાલ, અમરેલી માટે આર. એસ. ઠુમ્મર, સુરેન્દ્રનગર માટે એ. એસ. મંડોત, જામનગર માટે આઈ. એસ. પ્રજાપતિ, કચ્છ માટે એચ. એમ. સોલંકી, મોરબી માટે જી. વી. મિયાણી, ગીર સોમનાથ માટે આર. આર. ગોહેલ, દેવભૂમિ દ્વારકા માટે જે. સી. પંડયા, જૂનાગઢ માટે ડી. વી. વાળા અને પોરબંદર માટે સી. ડી. રાઠવાને જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ મતદાન મથકો, મતગણતરી કેન્દ્રોની મુલાકાત લેવા ઉપરાંત ઉમેદવારોના ખર્ચ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું પણ નિરીક્ષણ કરશે.