ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે 28 IAS અધિકારીઓની બદલી કરી હતી. આ બદલીઓમાં અનેક જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને વીજ કંપનીઓ સહિતના સરકારી નિગમોના વડાઓની બદલી કરવામાં આવી હતી.
કોને ક્યાં મુકાયા
ગૌરાંગભાઈ એચ. મકવાણાની GEDAના ડિરેક્ટર પદેથી બદલી કરીને મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મહેસાણા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ભાવ જોશીની જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પદેથી જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર બદલી કરવામાં આવી હતી. એચ. જે. પ્રજાપતિની પોરબંદર મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી તરીકે મૂકવામાં આવ્યા હતા.
કે. જે. રાઠોડની સ્કિલ ડેવલપમેન્ટ ડિરેક્ટર પદેથી મેનેજિંગ ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરત તરીકે બદલી કરવામાં આવી હતી. સુથાર રાજ રમેશચંદ્રની સુડાસુરતના CEO પદેથી મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બદલી કરવામાં આવી હતી.
સ્મિત સંતોષ લોઢાની દાહોદ DDO પદેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બદલી કરાઈ હતી. કે. પી. જોશીની પીજીવીસીએલના MD પદેથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકા તરીકે નિમણૂંક કરાઈ હતી.
ડી. કે. બ્રહ્મભટ્ટની: ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના MD પદેથી જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર તરીકે બદલી થઈ હતી. એમ. પી. પંડ્યાની: સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર પદેથી બદલી કરીને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગર તરીકે મૂકાયા હતા.
હિરેન જિતેન્દ્રભાઈ બારોટની અરાવલ્લી-મોડાસાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પદેથી દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ હતી. બી. કે. જોશીની GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદેથી બદલી કરીને રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગર તરીકે નિયુક્ત કરાયા હતા.
આઈ. આર. વાળાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ પદેથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બદલી કરવામાં આવી હતી. એમ. ડી. ચૂડાસમાની વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પદેથી મેનેજિંગ ડિરેક્ટર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટ બદલી કરવામાં આવી હતી. કે. એસ. ઝાલાની ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડના જોઈન્ટ MD પદેથી જિલ્લા વિકાસ અધિકારી, ડાંગ-આહવા તરીકે બદલી કરવામાં આવી હતી.
સરકારના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે આ બદલીઓ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.