ગુજરાતમાંથી જે રીતે આતંકીઓ પકડાઇ રહ્યા છે તે જોતા સવાલ એ ઉભો થાય કે શું ગુજરાત આતંકીઓ માટે એક સોફ્ટ સ્ટેટ બની ગયું છે. 2 વર્ષ પહેલાં અમદાવાદમાંથી 5 અને રાજકોટમાંથી 4 આતંકી ઝડપાયા હતા તે ચારેય પશ્ચિમ બંગાળના હતા. ગુજરાતમાંથી જે 5 આતંકીને પકડ્યા હતા તેમાંથી 4 કાશ્મીરી હતા અને 1 યુવતી ગુજરાતની હતી.
આઠ મહિના પહેલાં રાઈસીન નામનું પોઈઝન બનાવવાર ત્રણ પકડાયા હતા તેમાંથી એક હૈદરાબાદનો ડોક્ટર હતો. 3 જુલાઈએ 8 અને 17 જુલાઈએ 5 મળીને જે 13 આતંકી પકડાયા તે તમામ ગુજરાતી છે. તેમાં 3 જુલાઈએ ઝડપાયેલા 8માંથી 5 આતંકી પાલનપુરના અને 3 સિદ્ધપુરના છે. તો 17 જુલાઈએ ઝડપાયેલા 5 આતંકીમાંથી 3 સિદ્ધપુરના છે અને બીજા બેમાંથી એક પાટણના સરસ્વતી તાલુકાનો અને બીજો વડગામનો છે.
ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2026 એટલે કે 3 વર્ષમાં ગુજરાત ATSએ 42 આતંકવાદીઓને પકડી પાડ્યા છે. આ બહુ 10-12 વર્ષનો લાંબો ગાળો નથી. ટૂંકા સમયમાં ઘણા મોડ્યુલ પકડ્યા છે. આતંકીઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તે પકડાઇ જાય છે. જો કે તેના માટે ATS તનતોડ પ્રયત્નો કરે છે.
નવેમ્બર 2025માં ત્રણ આતંકી પાણીમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કરતા હતા. 3 જુલાઈ 2026એ 8 આતંકી પકડ્યા તે બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા.
નવેમ્બર 2025માં રાઈસીન નામનું ઝેરી કેમિકલ બનાવવાર ત્રણ આતંકી પકડાયા હતા. તેમાંથી એક મૂળ તેલંગણાના હૈદરાબાદના રહીશ અહમદ મોઇનુદ્દીને ચીનમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. તેની સાથે બીજા બે આતંકી હતા તેમાંનો એક સૈયદ ઉપરાંત ઉત્તર પ્રદેશના શામલીમાં રહેતો આઝાદ શેખ અને ઉત્તર પ્રદેશના જ લખીમપુર ખીરીનો મોહમ્મદ સોહૈલ ખાન હતો.
કેનેડા, ઑસ્ટ્રેલિયા અને બીજા અનેક દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રૉવિન્સ (ISKP) આતંકવાદી ગ્રુપ તરીકે ઓળખાય છે. એટીએસ અધિકારીઓ અનુસાર આ આરોપીઓનો સંબંધ ISKP સાથે હતો. આ સંગઠનનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે વધુ નુકસાન કરી શકાય તેવા હુમલાના નવા રસ્તા શોધવાનો છે. આ સંગઠનના આતંકીઓ એક શહેરમાં રહેતા હોવા છતાં એકબીજાને ઓળખતા નથી. તેમનો સંપર્ક માત્ર તેમના હેન્ડલર સાથે જ હોય છે. જેમ કે સૈયદનો હેન્ડલર અફઘાનિસ્તાનનો અબુ ખાદીજા હતો. હેન્ડલર સિવાય બીજાને ખ્યાલ નથી હોતો કે કોણે શું કામ કરવાનું છે. કોઈ ઇમરજન્સી સમયે કે પછી કોઈ મદદની જરૂર હોય ત્યારે જ આ લોકો એકબીજાને મળે છે.
3 જુલાઈએ જે 8 આતંકી પકડાયા તે સિદ્ધપુર, નવસારી અને મધ્યપ્રદેશના હતા. આ આતંકીઓ ગુજરાતમાં જૈશનું મજબૂત નેટવર્ક ઊભું કરતા હતા. તેમને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ નામના આકા સાથે વાત કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ વતી વડોદરામાં એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા.આ તમામ પાસેથી જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય અને મોબાઈલ ફોન મળી આવ્યા છે.