Sun Oct 04 2026

Logo

હાઈકોર્ટ અને સંસદ લાઈવ, તો ગુજરાત વિધાનસભા કેમ નહીં? ગોપાલ ઈટાલિયાના આકરા સવાલ...

2026-02-17 15:11:00
Author: Devayat Khatana
હાઈકોર્ટ અને સંસદ લાઈવ, તો ગુજરાત વિધાનસભા કેમ નહીં? ગોપાલ ઈટાલિયાના આકરા સવાલ...

ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાના બજેટ  સત્રના બીજા દિવસે ફરીથી વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ ઉઠી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, સહિતના આપના ધારાસભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. 

મળતી વિગતો અનુસાર, હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ "લાઈવ કરો ભાઈ લાઈવ કરો, વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો" બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

 
 
 
 
 
 
 
 
]

A post shared by umbai Samachar (@mumbaisamachar) આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતનું પણ લાઈવ પ્રસારણ કરવામા આવે છે. વકીલો, જજ શું કરે છે, કેવી સુનાવણી થઈ રહી છે તે દેશનો સામાન્ય નાગરિક જોઈ શકે છે. ગુજરાત હાઇકોર્ટ, દેશની સંસદનું પણ જીવંત પ્રસારણ થાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશની અનેક વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. 

 

તેમણે કહ્યું હતું કે લોકોએ ચૂંટેલી સરકાર શું કામગીરી કરે છે, તે જોઈ શકે છે. પણ ગુજરાત વિધાનસભામાં એવું તે શું કરવામાં આવે છે કે લાઈવ ન કરી શકાય. એવા કયા કામ છે કે જે સરકાર લોકોથી છુપાવવા માંગે છે. સરકાર લોકોમાં મતથી ચૂંટાય છે, તો લોકોને એ જાણવાનો અધિકાર છે કે વિધાનસભામાં શું કામગીરી ચાલી રહી છે. જીવંત પ્રસારણ ન કરવું એ લોકોના જાણવાના અધિકાર પર તરાપ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કામગીરી નથી કરતાં અને માત્ર ભાષણબાજી જ કરે છે તે લોકો જાણી ન જાય તે માટે વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવામાં નથી આવતું.