Fri Apr 24 2026

Logo

સચિનનો 53મો જન્મદિવસ: જ્યારે 14 વર્ષનો તેંડુલકર પાકિસ્તાનનો 'ફિલ્ડર' બન્યો! જાણો અજાણ્યો કિસ્સો

2026-04-24 08:50:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાના ગણાતા ભારતના મહાન ક્રિકેટ સચિન તેંડુલકરનો આજે 53મો જન્મદિન છે. 24 એપ્રિલ 197ના રોજ મુંબઈમાં તેમનો જન્મ થયો હતો.  16 વર્ષ 205ની દિવસે મેદાનમાં ઉતરેલા સચિને વકાર યૂનિસ, વસીમ અકરમ જેવા ખૂંખાર બોલરનો સામનો કરીને તેમણે સમગ્ર વિશ્વમાં  પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. તે ભારત તરફથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનારો સૌથી યુવા ક્રિકેટર છે.

જોકે ઘણા ઓછા લોકો જાણે છે કે ડેબૂય પહેલા સચિ પાકિસ્તાન સામે પણ રમી ચુક્યો હતો. સત્તાવાર ડેબ્યૂના આશરે બે વર્ષ પહેલા આ ઘટના બની હતી. જે આજે પણ ક્રિકેટ ફેંસને આશ્ચર્ય કરી દે છે. આ ઘટના 20 જાન્યુઆરી 1987ની છે. 

ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા હતા. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. આ કોઈ ઓફિશિયલ ઈન્ટરનેશનલ મેચ નહોતી.પરંતુ બંને ટીમોના દિગ્ગજ ખેલાડીઓ તેમાં રમતા હતા, જેના કારણે ખાસ હતી.
મેચ દરમિયાન કેટલાક પાકિસ્તાની ખેલાડી આરામ કરવા ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા હતા. આ સમયે કેપ્ટન ઈમરાન ખાનને કેટલા સબ્સટીટ્યૂટ ખેલાડીની જરૂર પડી હતી. ત્યારે 14 વર્ષીય સચિન બાઉન્ડ્રી લાઈન પાસે હતો. ફિલ્ડરની જરૂર પડતાં જ સચિને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાકિસ્તાન ટીમ તરફથી ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. સચિને તે દિવસે આશરે 25 મિનિટ સુધી પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ કરી હતી.

વનડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનારો બેટ્સમેન

સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989 ના રોજ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. વિશ્વ ક્રિકેટ પર 24 વર્ષ સુધી રાજ કર્યા બાદ, તેમણે 14 નવેમ્બર 2013 ના રોજ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 463 વનડે મેચમાં તેણે 18,426 રન બનાવ્યા છે. જ્યારે 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટ મળીને 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. 24 ફેબ્રુઆરી 2010 ના રોજ સચિને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરના રેકોર્ડ

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34,357 રન બનાવ્યા છે અને તેમના આ વર્લ્ડ રેકોર્ડને તોડવો કોઈપણ બેટ્સમેન માટે અશક્ય સમાન છે. સચિને તેમની કારકિર્દીમાં કુલ 200 ટેસ્ટ મેચ રમી છે, જે અત્યાર સુધીનો વિશ્વ વિક્રમ છે. વર્તમાન સમયમાં કોઈ પણ ક્રિકેટર સચિનના આ રેકોર્ડને તોડતો દેખાઈ રહ્યો નથી.

સચિન તેંડુલકરે તેમની વનડે  કારકિર્દીમાં સૌથી વધુ 463 મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વનો કોઈ પણ બેટ્સમેન હજુ સુધી સચિનના આ મહારેકોર્ડને તોડી શક્યો નથી, અને હાલના સમયના કોઈ ખેલાડીમાં પણ આ રેકોર્ડ તૂટે તેવા સંકેત દેખાતા નથી.
 તેમણે તેમની પ્રથમ વનડે મેચ 18 ડિસેમ્બર 1989 ના રોજ પાકિસ્તાન સામે રમી હતી, જ્યારે છેલ્લી વનડે મેચ 18 માર્ચ 2012 ના રોજ પાકિસ્તાન સામે જ રમી હતી.  સચિનની વનડે કારકિર્દી 22 વર્ષ અને 91 દિવસ લાંબી રહી છે.

સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4,076 ચોગ્ગા ફટકાર્યા છે. વનડેમાં 2,016 ચોગ્ગા, ટેસ્ટમાં 2,058 ચોગ્ગા  અને T20Iમાં 2 ચોગ્ગા ફટકાર્યા છે.

સચિન તેંડુલકરના નામે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વનડે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે વર્ષ 1998માં 1,894 વનડે રન બનાવીને આ કીર્તિમાન સ્થાપ્યો હતો. છેલ્લા 28 વર્ષથી દુનિયાનો કોઈ પણ બેટ્સમેન સચિનના આ વર્લ્ડ રેકોર્ડને તોડી શક્યો નથી.

સચિન તેંડુલકરે ક્રિકેટના મેદાન પર દુનિયામાં સૌથી લાંબી 24 વર્ષ સુધીની કારકિર્દી વિતાવી છે. તેઓ 1989 થી 2013 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યા હતા. સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ કરાચીમાં પાકિસ્તાન સામે રમી હતી.  તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 14 નવેમ્બર 2013 ના રોજ મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.

સચિનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. વર્તમાન સમયમાં કોઈ પણ બેટ્સમેન સચિનના આ રેકોર્ડને તોડતો દેખાઈ રહ્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો મહારેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. હાલના સમયમાં કોઈ પણ બેટ્સમેન માટે આ રેકોર્ડ તોડવો અત્યંત મુશ્કેલ જણાય છે. કોહલી 87 સદી સાથે બીજા ક્રમે છે.