Sun Jun 14 2026

Logo

ભાજપ માટે માથાનો દુખાવો બન્યો રાજભા ગઢવીનો વિવાદ! મોઢવાડિયા બાદ હવે જીતુ વાઘાણીનું મૌન!

2026-06-14 20:25:54
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એશિયટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીરને લઈને અનેક મુદ્દા પર ચર્ચા જાગી છે. જેમાં ગીરમાં રાજભા ગઢવીને  આપવામાં આવેલી માલધારીની વિવાદાસ્પદ  મંજૂરી, ગીરમાં માઇનિંગ માટેની મંજૂરી તેમજ એક ગેરકાયદેસર રિસોર્ટ માટે કરવામાં આવેલી બિનખેતી જમીન જેવા મુદ્દે ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડ (SBWL) ના પૂર્વ સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક સંયુક્ત પત્ર લખીને ગીર પૂર્વ ડિવિઝનમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જો કે આ મુદ્દે ભાજપના પ્રધાનોએ મૌન જાળવ્યું છે, અર્જુન મોઢવાડિયા બાદ હવે જીતુ વાઘાણીએ પણ રાજભા ગઢવીના વિવાદ પર બોલવાનું ટાળ્યું છે. 

મળતી વિગતો અનુસાર, થોડા દિવસ પહેલા સિંહોમાં ફાટી નીકળેલા રોગચાળા મુદ્દે જ્યારે વન પ્રધાન અર્જુન મોઢવાડિયા સાસણ ગીર ખાતે પહોંચ્યા હતા, ત્યારે પત્રકારોએ પૂછેલા રાજભા ગઢવીને વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માલધારીની વિવાદાસ્પદ  મંજૂરી અંગેના પ્રશ્ન પર મૌન સેવ્યું હતું. જો કે હવે આ પ્રશ્નમાં વધુ એક પ્રધાન જીતુ વાઘાણી પણ ફસાયા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં અલગ-અલગ જિલ્લાઓમાં રાજ્યના પ્રધાનો અને ભાજપના કાર્યકરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી હોઇ અમરેલી ખાતે કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

આ દરમિયાન પત્રકારોએ પૂછેલા રાજભા ગઢવીને વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માલધારીની વિવાદાસ્પદ  મંજૂરી બાદ અન્ય માલધારીઓમાં ફાટી નીકળેલા રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ અંગે પત્રકારોએ પ્રશ્ન કર્યો હતો જો કે કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ આ પ્રેસ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હોય તેમ કહીને જનાબ આપવાનું ટાળ્યું હતું. આમ રાજભા ગઢવીનો વિવાદ હવે ગુજરાતના સરકારના પ્રધાનો માટે માથાનો દુખાવો બની રહ્યો છે, જો કે પ્રધાનો આ મુદ્દે મૌન ધારણ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ગીરમાં રાજભા ગઢવીને  માલધારી તરીકેની વિવાદાસ્પદ  મંજૂરી, ગીરમાં માઇનિંગ માટેની મંજૂરી તેમજ  એક ગેરકાયદેસર રિસોર્ટ માટે કરવામાં આવેલી બિનખેતી જમીન જેવા મુદ્દે ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડ (SBWL) ના પૂર્વ સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક સંયુક્ત પત્ર લખીને ગીર પૂર્વ ડિવિઝનમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક અને નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. 

આ સભ્યો દ્વારા પત્રમાં મુખ્ય ત્રણ ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રથમ મુદ્દામાં, રાજુલા નજીક આવેલા બાબરીયાકોટ રિઝર્વ ફોરેસ્ટની 75 હેક્ટર જમીનને માઇનિંગ (ખનન) હેતુ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્તનો સખત વિરોધ કરાયો છે. સભ્યોના મતે આ વિસ્તાર 50 થી વધુ સિંહો અને શેડ્યૂલ-1 ના વન્યજીવોનું કાયમી નિવાસસ્થાન તથા મહત્વનો 'લાયન કોરિડોર' છે, જ્યાં માઇનિંગ માટે 5500 થી વધુ વૃક્ષો કાપવાનું આયોજન છે, જે પીએમ મોદીના સ્વપ્ન સમાન 'પ્રોજેક્ટ લાયન' અને 'એક પેડ મા કે નામ' અભિયાનની વિરુદ્ધ છે. બીજા મુદ્દામાં, લીલાપાણી નેસ વિસ્તારમાં એક લોક કલાકાર રાજભા ગઢવીને અગાઉના અધિકારીઓએ નકારેલી છતાં તાજેતરમાં અપાયેલી વિવાદાસ્પદ અને ગેરકાયદેસર માલધારી તરીકેની પર્યાવરણીય મંજૂરીનો ઉલ્લેખ છે, જે સરકારની માલધારીઓને ગીર બહાર વસાવવાની યોજનાથી તદ્દન વિપરીત છે.