Thu Jun 18 2026

Logo

શનિવારે ઘાટકોપર જૉલી જિમખાનાની જૉલી પ્રીમિયર લીગની 15મી સીઝનનો ભવ્ય પ્રારંભ

2026-02-19 22:23:15
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા છેલ્લા 14 વર્ષથી મેમ્બર માટે લેધર બૉલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ જૉલી પ્રીમિયર લીગ-સીઝન 15નું આયોજન તારીખ 21, 22, 28 ફેબ્રુઆરી તથા 1 માર્ચ દરમ્યાન કરવામાં આવ્યું છે. શનિવાર, તા. 21-02-2026ના રોજ સવારે 8.15 વાગ્યે ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાશે.

ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી અને પરેશ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટીગણ તેમ જ કારોબારી સમિતિના પ્રોત્સાહનથી ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાની દેખરેખ હેઠળ ક્રિકેટ સબ-કમિટી દ્વારા દર વર્ષે આ ટૂર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટમાં ફક્ત જિમખાનાના સભ્યોને જ ભાગ લેવાની તક આપવામાં આવે છે.

જિમખાનાના ચૅરમૅન, મૅનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટીગણ રમતગમતની પ્રવૃત્તિઓને વિશેષ મહત્વ આપે છે. ક્રિકેટ ઉપરાંત હવે બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, ફૂટબૉલ અને વૉલીબૉલ જેવી રમતોમાં પણ ઇન્ટર-ક્લબ ટૂર્નામેન્ટનું આયોજન વિવિધ સબ-કમિટીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જૉલી પ્રીમિયર લીગ (jOLLY PREMIER LEAGUE)નું એક સ્થાનિક કૅબલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ રીતે જૉલી પ્રીમિયર લીગ- સીઝન 15 રમતપ્રેમી સભ્યો માટે રોમાંચક અને યાદગાર બનવાની આશા છે.