Sun Jun 14 2026

Logo

પોતું બાહર મૂકવા જેવી બાબતને લઈ માતાને લાગી આવ્યું, આઠ મહિનાના બાળકને લઈ કુદકો કેનાલમાં મારી દીધો

2026-06-14 12:59:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ગાંધીનગરના કલોલ તાલુકામાંથી ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. કલોલ નજીક શેરીસા નર્મદા કેનાલ પર માનવતા અને માતૃત્વ લજવાય એવી ઘટના બની છે. નજીવી બાબતે માતાએ પોતાના સંતાનો સાથે કેનાલમાં કુદકો મારી દીધો હતો. ઘરની બાહર માત્ર પોતું મૂકવા જેવી બાબતે દાદી સાસુએ ઠપકો આપતા માતાને લાગી આવ્યું હતું. 24 વર્ષની પરિણીતાએ પોતાના બે માસુમ સંતાનો સાથે કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી.આ ઘટનામાં એક છ વર્ષના અને એક આઠ મહિનાના બાળકનો જીવ ગયો છે. આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પરિવારજનો સામે તપાસ શરૂ કરી દીધી છે. 

ઘરકંકાસને લઈને માતાનું પગલું
ઘરકંકાસની બાબતમાં 24 વર્ષની માતાએ બે બાળકો સાથે કેનાલમાં છલાંગ મારીને આત્મહત્યા કરી લીધી હતી. કાળજું કંપાવનારી ઘટનામાં પોલીસે સાસરિયા પક્ષની આકરી ઢબે પૂછપરછ કરી છે. પ્રાંતિજ તાલુકાના તાજપુરના કુઈ ગામે વેરાઈ માતાવાસમાં રહેતા અને સોલાર કંપનીમાં કામ કરતા કિસ્મતભાઈ રાઠોડના લગ્ન 2014માં થયા હતા. પત્ની રામપરના દલપતજી ઠાકોરની પુત્રી હતી.આ લગ્ન સંબંધ પછી સંતાનમાં બે દીકરા સાત્વિક અને યક્ષિત થયા હતા.

11 જુનના દિવસે ઘરની બાહર પોતું મૂકવા બાબતે કિસ્મતભાઈના દાદી સાસુ સાથે માથાકુટ થઈ હતી. જેને લઈને કાજલબેનને લાગી આવતા તેણે આવું પગલું ભરી લીધું હતું. આ પછી તેણે પોતાના પતિને કોલ કર્યો હતો, ફોન પર કહ્યું હતું કે, હું બન્ને દીકરા સાથે મરવા માટે જાવ છું. એ પછી કિસ્મતભાઈ યુદ્ધના ધોરણે પત્નીનો શોધવા નીકળ્યા પડ્યા હતા. થોડીવાર પછી કાજલે સામેથી કોલ કટ કરી નાંખ્યો હતો. 

મોટા દીકરાનું મૃત્યુ થયું
સાંજના સમયે કિસ્મતભાઈનો કોલ પત્નીના ફોનમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ ઊઠાવ્યો હતો. આ વ્યક્તિએ જણાવ્યું કે, શેરીસાની નર્મદા કેનાલમાં પાળી પર મોબાઈલ મૂકીને માતાએ બે દીકરાએ કેનાલમાં છલાંગ મારી દીધી છે. ત્રણ વ્યક્તિ નર્મદાના ધમસમતા પ્રવાહીમાં કુદી ગયા હતા. માતા અને 8 માસના પુત્ર યક્ષિતને બચાવી લેવાયા હતા જ્યારે છ વર્ષનો સાત્વિક પ્રવાહમાં લાપતા થયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પતિ કિસ્મતભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા.

હાલમાં માતા અને બાળકની સારવાર ચાલું છે. આ પછી 11 જુનના રોજ સાંજ સમયે રામનગર પાસે આવેલ નર્મદા કેનાલમાંથી સાત્વિકનો મૃતદેહ મળી આવ્યો હતો. એ પછી એનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.આ પછી બાળકની અંતિમવિધિ કરવામાં આવી છે.પોલીસે આ કેસમાં કાજલબેન સામે બન્ને માસુમ દીકરાને જામથી મારી નાંખવાના ઈરાદે કૃત્ય કર્યું હોવાનું જાણીને ગુનો દાખલ કર્યો છે.