Mon Sep 07 2026

Logo

ગાંધીધામમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલો પ્રેમી મધ્ય પ્રદેશથી દબોચાયો: શંકાના આધારે ગળેટૂંપો આપ્યાનો ખુલાસો

2026-09-01 12:39:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલો પ્રેમી મધ્ય પ્રદેશથી દબોચાયો: શંકાના આધારે ગળેટૂંપો આપ્યાનો ખુલાસો

ભુજ: ગાંધીધામ શહેરના ભારતનગરના સોનલનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને એક જવેલરીના શોરૂમમાં નોકરી કરતી પરપ્રાંતીય યુવતીની હત્યા કરી નાસી છૂટેલા તેના પ્રેમીને પોલીસે ૧૦ દિવસની સઘન તપાસ બાદ મધ્ય પ્રદેશથી ઝડપી લીધો છે.

બનાવની વિગતો મુજબ, ગત ૨૦ ઓગસ્ટના રોજ બંધ મકાનમાંથી ૨૪ વર્ષિય મીનાક્ષી લાલસિંહ પરિહારનો તેણીના ભાડાના ઘરમાંથી કોહવાઈ ગયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. ગાંધીધામ પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે મધ્ય પ્રદેશ ખાતે રહેતો તેનો પ્રેમી ગૌરવ ખ્યાલસિંગ પટેલ અવારનવાર ગાંધીધામ આવી તેની સાથે રોકાતો હતો. મીનાક્ષીના ચરિત્ર પર શંકા રાખીને બનાવના દિવસે ફોન પર વાત કરવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ ગૌરવે દુપટ્ટા વડે ગળેટૂંપો આપી તેની હત્યા નિપજાવી હતી.

હત્યા આચરીને મધ્ય પ્રદેશ ભાગી ગયેલા ગૌરવ પટેલને પી.આઈ એમ.જે. રાઠોડ અને તેમની ટુકડીએ હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે દબોચી લઈ વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય