Fri May 01 2026

Logo

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કેસરિયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો!

2026-04-14 16:32:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ સાથે છેડો ફાડી નાખનાર અને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કેસરીસિંહ સોલંકી ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2014ની પેટાચૂંટણી અને ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના સ્થાને કલ્પેશ પરમારને ટિકિટ મળી હતી, આથી તેઓ નારાજ થયા હતા. ચૂંટણી પહેલા તેઓ થોડા સમય માટે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. જોકે, ટૂંકા ગાળામાં જ તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા.

જો કે ચોંકાવનારો બનાવ એ બન્યો કે લિંબાસીમાં દારૂના અડ્ડાની રેડ કરવા બદલ કેસરીસિંહ સોલંકીએ  ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી અનેક વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. આ રેડ બાદ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલે કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જો કે બાદમાં આપ અને આપમાંથી ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે તેમણે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી લીધો છે.