અમદાવાદઃ પહેલા જ વરસાદમાં દેશભરના સ્થાનિક તંત્રના કામની પોલ ખૂલી ગઈ છે. મુંબઈ હોય કે માંગરોળ વરસાદ સાથે વરસાદી આફતો બધે એક જ સરખી છે. રસ્તાઓ ધસી પડવા, પાણી ભરાવા, ગટરો ઊભરાવી અને જનજીવન પર વ્યાપક અસર પડવાનું સામાન્ય થઈ ગયું છે. નાના ગામ કે તાલુકા જ નહીં, પરંતુ સુરત જેવા મોટા અને મહત્વના શહેરમાં પાંચ-દસ વરસાદને લીધે રસ્તાઓ રીતસરના ધસી આવે તે ગંભીર બાબત છે.
સુરત શહેરના અહેવાલો અનુસાર 16 દિવસમાં શહેરના મુખ્ય વિસ્તારોના મોટા પાંચ રોડ ધસી આવ્યા છે, તેમાં એકાદ કાર સમાઈ જાય તેવા મોટા ખાડા પડી ગયા છે. મળતી માહિતી અનુસાર મનપાએ તાત્કાલિક ધોરણે પાંચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
આ તમામ એજન્સીઓ 10 વર્ષથી લઈન 40 વર્ષથી આ કામ સાથે જોડાયેલી છે ત્યારે સ્તારઓ બનાવતા સમયે બેદકારી દાખવી હોવાનું અને તેથી એક જ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સુરતના ડિંડોલીમાં લગભગ 100 મીટરનો રોજ ધસી ગયો હતો અને ખાડો એટલે ઊંડો હતો કે એક ડમ્પર તેમાં ખુંપી ગયું હતું. ક્રેઈનની મદદથી ભાજે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યું હતું. આવું જ વરાછા રોજ પર 700 મીટરનો રસ્તો લગભગ ધસી પડ્યો હતો. જેને લીધે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પુણાગામ વિસ્તારમાં આવેલા સણીયા ગામ નજીકના મુખ્ય રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અહીં પણ એકાએક રોડ બેસી ગયો હત અને ત્યાંથી પસાર થઈ રહેલા અને રોડની બાજુમાં પાર્ક કરેલા 7-8 વાહન તૂટેલા રોડને લીધે નીચે દબાઈ ગયા હતા.
અન્ય એક ગંભીર ઘટના પંડેસરા પાસે બની હતી, જેમાં મુસાફરોથી ભરેસી રાજય સરકારની એસટી બસ રસ્તો ધસી પડતા ડામાડોળ થઈ ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. સદ્નનસીબે મુસાફરો સુરક્ષિત હતા. ફરી એક ઘટના ડિંડોલીમાં જી-9 સર્કલ પાસે રોડ ધસી પડ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ સુરતના ડેપ્યુટી મેયરનો વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ તમામ રસ્તા પર ગટર અથવા અન્ય કોઈ કામ થયા બાદ તેને ફરીથી બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મનપાએ હાલમાં પાંચ એજન્સીને શૉ કૉઝ નોટિસ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.