Sun Jun 21 2026

Logo

સુરેન્દ્રનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો: એસઓજીની રેડમાં પર્દાફાશ

2026-06-20 21:59:42
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરેન્દ્રનગરઃ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરનો ફરી પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આવા જ એક નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આજે ધરપકડ કરવામાં આવી છે.. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એસઓજી દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. અહીં એક ઈસમ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના જ લોકોની સારવાર કરી રહ્યો હતો. આ વ્યક્તિની એસઓજીએ ધરપકડ કરી લીધી છે. 

અતુલ અનંત બિસ્વા નામના બોગસ ડૉક્ટરની ધરપકડ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એસઓજી દ્વારા અતુલ અનંત બિસ્વા નામના એક બોગસ ડૉક્ટરની અટકાયત કરવામાં આવી છે. અતુલ અનંત બિસ્વા નામનો આ બોગસ ડૉક્ટર મેડિકલ લાયકાત વિના જ લોકોની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી સર્ટીફિકેટ મળી આવ્યું નહોતું. અતુલ અનંત બિસ્વા ઘણાં લાંબા સમયથી આવી રીતે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહ્યો હતો. પરંતુ હવે તેની ધકપકડ કરવામાં આવી છે. 

એસઓજી દ્વારા 12 જહારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

તપાસની વાત કરવામાં આવે તો, એસઓજી પોલીસને ઘટનાસ્થળેથી સ્ટેથોસ્કોપ, અલગ અલગ પ્રકારના મેડિકલ સંશાધનો, એલોપેથિક દવાઓ અને રોકડા રૂપિયા સહિત કુલ મળીને 12 જહારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને સંબંધિત કાયદાકીય કલમો હેઠળ આરોપી અતુલ બિસ્વા સામે ચુડા પોલીસ સ્ટેશનાં ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે. આરોપીએ આ દવાઓ ક્યાંથી લાવી અને તેની પાછળ કોઈનો હાથ છે કે નહીં તે દિશામાં પણ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.