Sun Sep 06 2026

Logo

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે મમતા દીદીએ ખેલ પાડ્યો, પુરોહિત-મુઅજ્જનોને ખુશ કરી દીધા...

2026-03-15 17:33:23
Author: Mumbai Samachar Team
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે મમતા દીદીએ ખેલ પાડ્યો, પુરોહિત-મુઅજ્જનોને ખુશ કરી દીધા...

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અવારનવાર કોઈને કોઈ મુદ્દાને લઈને રાજકીય રીતે ચર્ચામાં રહે છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વચ્ચે મમતાએ મોટો ખેલ પાડી દીધો છે. બંગાળના પુરોહિત અને મુઅજ્જનોને ખુશ કરવા માટે ખેલ પાડ્યો છે. આ બન્નેના માસિક વેતનમાં વધારો કરવાનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન કરવાની સાથે દરેક વર્ગને ખુશ કરવાના પ્રયાસ શરૂ થયા છે. 

મહિને થતી આવકમાં થયો વધારો
મમતા બેનર્જીએ મુઅજ્જનો અને પુરોહિતોના માનધનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલાં તેમને દર મહિને 1,500 રૂપિયા માનદેય મળતું હતું, પરંતુ હવે તેમાં 500 રૂપિયાનો વધારો કરીને તેમને કુલ 2,000 રૂપિયા આપવામાં આવશે. મમતા બેનર્જીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતે જ આપી હતી. આ અંગે તેમણે કહ્યું કે, મને આ એલાન કરતા પ્રસન્નતા થઈ રહી છે. પશ્ચિમ બંગાળના પુરોહિત અને મુઅજ્જનોને આપવામાં આવતા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સેવા આપણા સમુદાયના આધ્યાત્મિક અને સામાજિક જીવનને ટકાવવામાં મદદરૂપ છે. 

મંજૂરી આપી દીધી
પુરોહિતો અને મુઅજ્જઓ તરફથી કરવામાં આવેલા આવેદનને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એવામાં આને ચૂંટણીની તૈયારોનો માહોલ બનાવવામાં મદદરૂપ થશે એવું ઘણાય લોકો માની રહ્યા છે. દરેક સમુદાય અને દરેક પરંપરાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અમારી સરકારના પ્રયાસ એ સુનિશ્ચિત કરવાના છે કે, આપણી સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસતના સંરક્ષકના તેઓ સમર્થક છે. ઈસ્લામમાં મસ્જિદના સેવક અથવા અધિકારીને મુઅજ્જન કહેવામાં આવે છે. જેઓ દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે છે.