Thu Jun 11 2026

Logo

ચીનથી આયાત કરાયેલા નવ કરોડની વૉકી-ટૉકી અને ઈ-વેસ્ટ હાર્ડ ડિસ્ક જપ્ત

2026-03-22 16:41:58
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી 9.25 કરોડ રૂપિયાની પ્રતિબંધિત 11,060 વૉકી-ટૉકી સેટ્સ અને સેક્ધડ હેન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ્સ (એચડીડી) જપ્ત કરી હતી.
મુંબઈમાં બે કંપનીના માલિક પિતા-પુત્રે યોગ્ય પરવાનગી વિના આ સામાનની આયાત કરી હતી. કસ્ટમ્સ ઍક્ટ હેઠળ બન્નેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આધારભૂત માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ 2.5 કરોડ રૂપિયાના બોફેન્ગ બીએફ-888એસ વૉકી-ટૉકી અને 6.75 કરોડ રૂપિયાની ઈ-વેસ્ટ તરીકે માનવામાં આવતી સેક્ધડ હેન્ડ એચડીડી જપ્ત કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ 21 કરોડ રૂપિયાની પરચુરણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં આ પ્રતિબંધિત વસ્તુઓ છુપાવવામાં આવી હતી. વિગતો છુપાવવા માટે ચીનથી આઠ ક્ધટેઈનરમાંથી 30.25 કરોડ રૂપિયાનું આખું ક્ધસાઈન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું.

બોફેન્ગ બીએફ-888એસ વૉકી-ટૉકી ભારતના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા બ્લૅકલિસ્ટ કરવામાં આવી છે, કારણ કે તે માન્ય ફ્રિક્વન્સીથી બહાર પણ કાર્ય કરે છે અને તેનો ઉપયોગ અનધિકૃત સંચાર માટે થઈ શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક હોઈ શકે છે. આવાં ઉપકરણો માટે વિશેષ લાઈસન્સની આવશ્યકતા હોય છે.

સેક્ધડ હેન્ડ એચડીડી ડિરેક્ટરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ્સની અધિકૃત પરવાનગી વિના આયાત કરી શકાય નહીં. તેથી આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)