નવી દિલ્હીઃ ફિલ્મ 'ધુરંધર-2'માં જે રીતે બેગ્રાઉડમાં જૂના ગીત વાગી રહ્યા છે એ સાંભળીને ફેન્સને ખરા અર્થમાં મોજ પડી રહી છે. સ્ક્રિન પર ધડાધડ બૉંબ વિસ્ફોટના સીન એના બેગ્રાઉન્ડમાં વાગતા હિન્દી ફિલ્મોના જૂના ગીત. માત્ર બોલિવૂડની જૂની ફિલ્મોના ગીત જ નહીં કેટલાક જાણીતા અંગ્રેજી ગીતના સહારે પણ સ્ક્રિન પર વિઝ્યુઅલ્સને અલગ ઈમ્પેકટ આપવામાં આવી છે. એવામાં 'તિરછી ટોપી વાલે' ગીતને લઈને વિવાદ થતા મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
શું છે આખો મામલો?
ત્રિમુર્તિ ફિલ્મ પ્રોડ્કશન નામની પ્રોડક્શન કંપનીએ મંજૂરી વગર ગીતના ઉપયોગ બદલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સમગ્ર કેસને ગંભીરતાથી લઈને પોતાની રીતે આ કેસનો નીવેડો લાવવા માટે કહ્યું છે. વર્ષ 1989માં આવેલી ફિલ્મ 'ત્રિદેવ'નું ગીત છે 'તિરછી ટોપી વાલે' ફિલ્મમાં આ ગીતના ઉપયોગ બદલ મંજૂરી લેવામાં આવી ન હતી એવું આ ફિલ્મની પ્રોડક્શન કંપનીનું કહેવું છે. ત્રિદેવ ફિલ્મ કપનીએ 'ધુરંધર-2'ના ડાયરેક્ટર આદિત્ય ધરની કંપની B62 સામે કેસ કર્યો હતો. કોર્ટે આ કેસને ધ્યાને લઈને કહ્યું હતું કે, બન્ને પક્ષ સમજૂતી દાખવીને આ કેસનો નીવેડો લાવે.
મીડિએટર્સ નિયુક્ત કરો
કોર્ટે આ કેસમાં એક સિનિયર મીડિએટર્સની નિયુક્તિ કરવાના આદેશ આપ્યા છે, જે બન્ને પક્ષના લોકો સાથે વાતચીત કરે અને આ સમસ્યાનો હલ કાઢે. રાજીવ રાય નામના ડાયરેક્ટરે ત્રિદેવ ફિલ્મ બનાવી હતી, જેમાં સન્ની દેઓલ, નસીરૂદ્દિન શાહ અને જેકી શ્રોફ લીડ રોલમાં હતા. આનંદ મિલિન્દે તિરછી ટોપી વાલે સોંગ કંમ્પોઝ કર્યું હતું. આ ગીતના લિરિક્સ સમીર અંજાને લખ્યા હતા.