નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટી દ્વારા નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈ સમગ્ર રાજધાનીમાં મેગાબ્લોક જેવો માહોલ જોવા મળ્યો છે. વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે સૈન્યના જવાનો સાથે મળીને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે જ્યારે અભિજીત દીપકે મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો એ સમયે ફ્લાઈટમાં શું થયું એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી પોસ્ટ થઈ રહ્યા છે. દિલ્હી ઓરપોર્ટ પરથી દિલ્હી પોલીસે અભિજીત દીપકે, આશુતોષ રાંકા તથા સૌરવ દાસની અટકાયત કરી લીધી હતી. જંતરમંતર સુધી પહોંચે એ પહેલા ત્રણેયને દિલ્હી પોલીસને પકડી લીધા હતા.
શેમ ઓન યું કેમ કહ્યું?
આ દરમિયાન વિમાનમાં બેઠેલા એક પ્રવાસીએ 'શેમ ઓન યુ' કહીને આ ત્રણેય નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોને લઈને અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ કરીને યુવાનો પોતનો મત વ્યક્ત કરી રહ્યા છે. કોક્રોચ જનતા પાર્ટીના ત્રણ મોટા નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી છે. દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર ઘર્ષણ થયું હોવાના પણ રિપોર્ટ મળ્યા છે. પોલીસે આ સામે થોડો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ પર પોલીસે કંટ્રોલ કરી રાખ્યો છે. માત્ર દિલ્હીમાં જ નહીં પણ મુંબઈ, શ્રીનગર, લખનઉ, ચંદીગઢ સહિત અનેક જગ્યાઓ પર આ વિરોધ પ્રદર્શનની ઘટના બની છે. એક દિવસ પહેલા એવું લાગી રહ્યું હતું કે, વિરોધ પ્રદર્શનમાં કોઈ મોટી બબાલ થઈ શકે છે. પણ પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં વધારાની ટીમને ડ્યૂટી સોંપીને આવી કોઈ ઘટના બને એ પહેલા જ કંટ્રોલ કરી લીધો છે. પોલીસની સાથે ITBP, BSF, RAF, CRPF સહિત અનેક સુરક્ષા જવાનોની ટીમને દિલ્હીમાં ઊતારી દેવામાં આવી હતી.
પ્રવાસીઓને મોડું થઈ ગયું
એવું બની શકે છે આ ત્રણેય નેતાઓ એક જ ફ્લાઈટમાં હોવાથી અન્ય પ્રવાસીઓને મુશ્કેલી થઈ હોઈ શકે છે. આ કારણે તે મહિલા શેમ ઓન યુ આ ત્રણેય નેતાઓને કહે છે. એ સ્વીકારી શકાય એવી સ્થિતિ હતી કે, આ ત્રણેય નેતાઓને કારણે અન્ય પ્રવાસીઓને બાહર નીકળવામાં થોડી વધારે રાહ જોવી પડી હતી. વિમાન લેન્ડ થતાની સાથે જ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. જ્યારે વિમાન પાર્ક થયું એ સમયે પોલીસે અંદર જઈ ત્રણેયની અટકાયત કરી લીધી હતી. આ પછી બીજા બધા સામાન્ય પ્રવાસીઓને વિમાનની બાહર જવા દેવામાં આવ્યા હતા. આના પરથી એટલું કહી શકાય કે, સામાન્ય લોકોને પણ એવું બિલકુલ દેખાતું નથી કે આ ત્રણેય નેતાઓ કોઈ પ્રજાલક્ષી મુદ્દાઓને ઊઠાવી રહ્યા છે. જે મહિલાએ શેમ ઓન યુ કહ્યું એને સૌથી પહેલા સૌરભ દાસે શેમ ઓન યું કહ્યું પછી પ્રતિક્રિયા રૂપે મહિલાએ એનો જવાબ આપ્યો હતો. સૌરભ દાસની શરૂઆતની સામે મહિલાએ એમને અરીસો બતાવી દીધો હતો.